CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, Rolls-Royce, Bentley, Bugatti અને Ferrariમાં ફરે છે ફિલ્મી હીરો-હીરોઈન

ફિલ્મ કલાકારો ન માત્ર તેમની એક્ટિંગ પરંતું તેમની વૈભવી જીવનશૈલી, પર્સનલ લાઇફ, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને તેમના જુદા જુદા શોખના કારણે ચર્ચામાં રહેતા હોય છે. અમિતાભ બચ્ચનથી લઇ રણબીર કપૂર સુધીના કલાકારો પાસે એક કે બે નહીં પરંતું ડઝનબંધ કાર છે. રોલ્સ રોયસ, બેન્ટલી, ફેરારી, રેન્જ રોવર, લેક્સસ, ફેન્ટમ જેવી કારો કલાકારોની શાન વધારે છે. ફિલ્મી કલાકારો દુનિયાની ટોચની કંપનીની ટોપ મોડલની કાર ખરીદવાનો શોખ રાખતા હોય છે. ત્યારે જાણીએ કયા સ્ટાર પાસે કઈ કારનું છે કલેક્શન....

CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, Rolls-Royce, Bentley, Bugatti અને Ferrariમાં ફરે છે ફિલ્મી હીરો-હીરોઈન

ફિલ્મ કલાકારો ન માત્ર તેમની એક્ટિંગ પરંતું તેમની વૈભવી જીવનશૈલી, પર્સનલ લાઇફ, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને તેમના જુદા જુદા શોખના કારણે ચર્ચામાં રહેતા હોય છે. અમિતાભ બચ્ચનથી લઇ રણબીર કપૂર સુધીના કલાકારો પાસે એક કે બે નહીં પરંતું ડઝનબંધ કાર છે. રોલ્સ રોયસ, બેન્ટલી, ફેરારી, રેન્જ રોવર, લેક્સસ, ફેન્ટમ જેવી કારો કલાકારોની શાન વધારે છે. ફિલ્મી કલાકારો દુનિયાની ટોચની કંપનીની ટોપ મોડલની કાર ખરીદવાનો શોખ રાખતા હોય છે. ત્યારે જાણીએ કયા સ્ટાર પાસે કઈ કારનું છે કલેક્શન....

1. અમિતાભ બચ્ચન
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક્ટિંગમાં તો અગ્રેસર છે પરંતું મોંઘીદાટ કાર રાખવાના શોખમાં અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવ્વલ છે. બેનટ્લી કોન્ટિનેટલ, મર્સીડીઝ SL500, રેન્જ રોવર, લેક્સસ LX-470, મર્સીડીઝ E 240, BMW X5 જેવી કાર અમિતાભ બચ્ચન પાસે છે. અમિતાભ બચ્ચનને વિધુ વિનોદ ચોપરાએ રોલ્સ રોયલ ફેન્ટમ ભેટમાં આપી હતી. સાડા 4 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ અમિતાભ બચ્ચને થોડા વર્ષો બાદ વેચી દીધી હતી.  અમિતાભ બચ્ચન પાસે રેન્જરોવર, પોર્સે કેયમેન, મીની કુપર કાર પણ છે.

No description available.

2. શાહરૂખ ખાન
બોલિવૂડના બાદશાહ કિંગ ખાન પણ કાર અને સ્પોર્ટસ બાઈક ખરીદવાના શોખીન છે. શાહરૂખ ખાને ગત વર્ષે સફેદ રંગની BMW 18 ખરીદી હતી. બોલિવૂડમાં સૌથી મોંઘી કાર ખરીદનારાઓમાં શાહરૂખ ખાન મોખરે છે. શાહરૂખ ખાન 12 કરોડની કિંમતની બુગાટી વેયરોન પણ ચલાવે છે. શાહરૂખ ખાનના કાર કલેકશનમાં BMW કનવર્ટેબલ, રોલ્સ રોયસ ફેન્ટમ, બેન્ટલી કોન્ટિનેટલ GT, મીત્સુબીસી પજેરો, લેન્ડક્રુજર, BMW 6 સિરીઝ, ઓડી ક્યૂ 6નો સમાવેશ થાય છે. બોલિવૂડના બાદશાહ કાર રાખવાના ગજબ શોખીન છે.

No description available.

3. આમીર ખાન
મિ.પર્ફેક્ટનિસ્ટ કાર રાખવાના શોખમાં કોઈની પાછળ રહે તેમ નથી. આમીર ખાન પાસે 10 કરોડની કિંમતની બુલેટપ્રુફ મર્સીડીઝ -S600 છે. મર્સીડીઝ-S600 કાર ભારતમાં મુકેશ અંબાણી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પાસે છે. આમીર ખાને તેની કારમાં સ્પેસિફિકેશન માટે ઘણા રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમીર ખાન પાસે તે સિવાય BMW -6 સિરીઝ,રોલ્સ રોયસ GHOST, બેન્ટલી કોન્ટિનેટલ ફલાઈંગ સ્પોર, રેન્જ રોવર વોગ જેવી મોંઘીદાટ ગાડીઓ છે.

No description available.

4. અજય દેવગન
બોલિવૂડનો એકમાત્ર અભિનેતા અજય દેવગન જેની પાસે 'MASERATI QUATTROPORTE' કાર છે. ભારતીય બજાર પ્રમાણે આ કારની અંદાજિત કિંમત 2.8 કરોડ રૂપિયા છે. અજય દેવગને વર્ષ 2006માં આ કાર ખરીદી હતી. તે સિવાય અજય દેવગન પાસે BMW Z4, રેન્જરોવર વોગ, મર્સીડીઝ બેન્ઝ S ક્લાસ અને મિની કૂપર છે.અજય દેવગન પાસે રોલ્સ રોયસ કુલીનન છે. આ કાર SUVની કેટેગરીમાં સૌથી મોંઘી છે જેની કિંમત અંદાજે પોણા 7 કરોડ રૂપિયા છે.

No description available.

5. દીપિકા પાદુકોણ 
બાજીરાવ મસ્તાનીની મસ્તાની સવારી પણ શાહી છે. દીપિકા પાદુકોણ BMW કંપનીની મિની કૂપર રાખે છે જેની અંદાજિત કિંમત 80 લાખ રૂપિયા છે. મિની કૂપર દીપિકા પાદુકોણની પર્સનાલિટી સાથે પણ પર્ફેક્ટ મેચ થાય છે. દીપિકા પાદુકોણ પાસે AUDI Q7 પણ છે. તો દીપિકા-રણવીરસિંહ બંન્ને MEREDES MAYBACH S 500 યુઝ કરે છે. મર્સીડીઝ S ક્લાસ રેન્જમાં આ મોડલ સૌથી મોંઘુ છે. આ કારને બહારથી મંગાવી અને એસેમ્બલ કરી બનાવવામાં આવે છે. દીપિકા પાદુકોણ પાસે જે મર્સીડીઝ S-500 કાર છે તેની પ્રારંભિક કિંમત જ 1.94 કરોડ રૂપિયા છે. આ મોડલ કરન જૌહર, રાની મુખર્જી, જેકલીન ફર્નાન્ડીઝ, રીતીક રોશન પણ રાખે છે.

No description available.

6. પ્રિયંકા ચોપરા
બોલિવૂડની સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ મોંઘીદાટ કાર રાખવાનો શોખ ધરાવે છે. પ્રિયંકા ચોપરા 2 કરોડની કિંમતની રોલ્સ રોયસ કાર ધરાવે છે. તે સાથે પ્રિયંકા ચોપરા પાસે BMW 7 સિરીઝ, મર્સીડીઝ બેન્ઝ - E ક્લાસ અને પોર્શે કેયેનન કાર પણ છે. પ્રિયંકાના કાર કલેકશનમાં રોલ્સ રોયસ સૌથી મોંઘી કાર છે જેની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા છે 

No description available.

7. રણબીર કપૂર
યંગસ્ટર્સમાં સૌથી વધુ લોકપ્રિય અભિનેતા રણબીર કપૂર પણ મોંઘીદાટ કાર રાખવાનો શોખ રાખે છે.  રણબીર કપૂર પાસે 90 લાખ રૂપિયાની કિંમતની મર્સીડીઝ એમએલ ક્લાસ SUV છે. રણબીર પાસે મર્સીડીઝ G-63AMG છે જેની કિંમત અંદાજે 2.19 કરોડ રૂપિયા છે. આ કાર રણબીર કપૂરના કાર કલેકશનમાં સૌથી ફાસ્ટ કાર છે. રણબીર કપૂર ઓડી R-8 પણ ધરાવે છે જેની અંદાજિત કિંમત 2.72 કરોડ રૂપિયા છે. 

No description available.

8. સંજય દત્ત 
બોલિવૂડના 'મુન્નાભાઈ કહો કે રઘુ' પોતાની અલાયદી અદાકારીથી દર્શકોના દીલ જીતનાર સંજય દત્ત કાર રાખવાના શોખમાં પણ પાછળ રહી જાય તેમ નથી. સંજય દત પાસે ફેરારી 599 GTB છે.  તો સાથે સાથે ટુ સીટર ઓડી R8, ટોયોટા લેન્ડ ક્રૂઝર, મર્સીડીઝ એમ ક્લાસ, પોર્શે SUV અને રોલ્સ રોયસ ઘોસ્ચ છે. સંજય દત્ત બાઈક કલેકશન પણ સારુ ધરાવે છે.

No description available.

9. જ્હોન અબ્રાહમ 
ધૂમ ફિલ્મ બાદ લાખો યુવાનોનો ફેવરિટ હિરો બની જનાર જ્હોન અબ્રાહમ પણ કાર અને બાઈક્સ રાખવાનો શોખ ધરાવે છે. જ્હોન અબ્રાહમ પાસ લેમ્બોર્ગિની ગેલારડો, નિશાન GTR, ઓડી Q3, MARUTI SUZUKI GYPSY જેવી શાનદાર કાર છે. જ્હોન અબ્રાહમ અવારનવાર તેના કાર અને બાઈક્સ સાથેના ફોટા શેર કરતો હોય છે. જહોન અબ્રાહમ સ્પોર્ટસ કાર્સ અને સ્પોર્ટસ બાઈક્સનું કલેકશન ધરાવે છે.

No description available.

10. સલમાન ખાન 
બોલિવૂડના દબંગ સલમાન ખાન ફિલ્મોમાં જેટલા એકશન મોડમાં જોવા મળે છે અને દર્શકોને મનોરંજન પૂરૂ પાડે છે તે રિઅલ લાઈફમાં પણ એકશન સ્ટારની પર્સનાલિટીને પૂર્ણ કરે તેવા શોખ ધરાવે છે. સલમાન ખાન પાસે AUDY RS7, BMW X6, રેન્જરોવર વોગ,ટોયોટા લેન્ડ ક્રૂઝર જેવી કાર છે. 

No description available.

11. અક્ષય કુમાર
બોલિવૂડના ખિલાડી તેમના શોખ અને પર્સનાલિટી પ્રમાણે કાર રાખે છે. અક્ષય કુમારને ફાસ્ટ કારનો શોખ છે. અક્ષય કુમારના કાર કલેકશનમાં પોર્શે કેયેનન, બેન્ચલી, મર્સીડીઝ, રેન્જ રોવર વોગ અને ફરારીનો સમાવેશ થાય છે. અક્ષય કુમારની પોર્શે કેયેનનની કિંમત અંદાજે 2.5 કરોડ રૂપિયા છે. અક્ષય કુમાર રોલ્સ રોયસ અને હોન્ડા CRV પણ રાખે છે.

No description available.

12. શ્રદ્ધા કપૂર
આશિકી ગર્લ શ્રદ્ધા કપૂર વૈભવી કારનું કલેકશન ધરાવે છે. શ્રદ્ધા કપૂર પાસે 90 લાખની કિંમતની મર્સીડીઝ ML ક્લાસ SUV છે. તેની સાથે સાથે શ્રદ્ધા પાસે BMW 7 SERIES પણ છે

No description available.

આ 12 કલાકારો નહીં પરંતું અન્ય કલાકારો પણ મોંઘીદાટ કારનું કલેકશન રાખતા હોય છે જેની પાસે લેમ્બોર્ગીની, મારુતિ જીપ્સી,ઓડી જેવી કાર છે તો સૈફ અલી ખાન, રણવીર સિંહ,આલિયા ભટ્ટ જેવા સિતારાઓ પણ વૈભવી કાર રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news