Silent Killer: હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
Heart attack symptoms: તાજેતરમાં એક નવું રિસર્ચ સામે આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાનમાં દુખાવો અને ભારેપણું પણ હાર્ટ એટેકના સાયલન્ટ લક્ષણ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ ભારતમાં હૃદયની બીમારીઓ ઝડપથી વધી રહી છે અને હંમેશા તેના લક્ષણોને નજરઅંદાજ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક નવું રિસર્ચ સામે આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાનમાં દુખાવો અને ભારેપણું પણ હાર્ટ એટેકનું 'શાંત' લક્ષણ હોઈ શકે છે. આ ચોંકાવનારો ખુલાસો અમેરિકી નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)દ્વારા પ્રકાશિત રિસર્ચમાં થયો છે.
આ રિસર્ચ અનુસાર હાર્ટ એટેક દરમિયાન લોહીની ગાંઠ બનવાથી ન માત્ર હ્રદયની નસોમાં વિઘ્ન આવે છે, પરંતુ આ ગાંઠ કાનની નસો સુધી પણ પહોંચી શકે છે. તેનાથી કાનમાં દુખાવો, ભારેપણું કે સાંભળવામાં કમી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
500 દર્દીઓ પર થયું રિસર્ચ
સંશોધકોએ 500થી વધુ હ્રદયના દર્દીઓ પર અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો, તેમાંથી 12% ને કાન સાથે જોડાયેલી સમસ્યાઓ હતી. તેમાંથી ઘણા લોકોને કાનમાં દુખાવાનો અનુભવ થયો, જ્યારે કેટલાકને કાનમાં ભારેપણું કે સાંભળવાની કમીની સમસ્યા હતા.
આ પણ વાંચોઃ Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, આ રીતે ઘરે બનાવો
નિષ્ણાંતોનો મત
આ સંશોધનના મુખ્ય રિસર્ચર્સ ડો. ડેવિડ મિલર અનુસાર કાનમાં દુખાવો કે ભારેપણું હાર્ટ એટેકના સંભવિત લક્ષણ હોઈ શકે છે, ખાસ કરી જ્યારે તે અચાનક અને કોઈ સ્પષ્ટ કારણ વગર હોય. તેવામાં તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે કાનમાં દુખાવો કે ભારેપણું હાર્ટ એટેકના એકમાત્ર સંકેત નથી. તે કાનમાં સંક્રમણ, સાઇનસ કે માઇગ્રેન જેવી અન્ય સમસ્યાઓના લક્ષણ પણ હોઈ શકે છે. તેથી સાચુ કારણ જાણવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
આ રિસર્ચમાં તે પણ જાણવા મળ્યું છે કે ઘણીવાર હાર્ટ એટેકના પરંપરાગત લક્ષણ જેમ કે છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં મુશ્કેલી થતી નથી. તેવામાં કાનમાં દુખાવો અને ભારીપણા જેવા ન જોયેલા લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી હોય છે. ખાસ કરીને વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓમાં તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. ડોક્ટર મિલરનું કહેવું છે કે હાર્ટ એટેક પ્રત્યે જાગરૂકતા વધારવા અને લોકોને તેના છુપાયેલા લક્ષણો વિશે જાણકારી આપવી મહત્વપૂર્ણ છે, જેથી યોગ્ય સમય પર સારવાર કરી શકાય.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.