Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, પ્યુરીનથી બનેલ ક્રિસ્ટલને બહાર ફેંકવામાં છે અસરકારક

Uric Acid Ke Upay: યુરિક એસિડના દર્દી કેટલાક શાક અને ચટણી ડાયટમાં સામેલ કરી પ્યુરીનને ઘટાડી શકે છે. હાઈ યુરિક એસિડના દર્દી દુખાવો અને મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે આ ચટણીનું સેવન કરો. જે યુરિક એસિડ ઘટાડવામાં તમારી મદદ કરશે. 

Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, પ્યુરીનથી બનેલ ક્રિસ્ટલને બહાર ફેંકવામાં છે અસરકારક

Uric Acid: આજકાલ ખાનપાનમાં ગડબડીને કારણે યુરિક એસિડની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. હાઈ યુરિક એસિડ થવા પર સાંધામાં દુખાવો વધી જાય છે. પહેલા આ સમસ્યા ઉંમર વધવા પર થતી હતી, પરંતુ હવે યુવાઓને પણ યુરિક એસિડની સમસ્યા પરેશાન કરવા લાગી છે. યુરિક એસિડના દર્દીઓએ ખાવા-પીવામાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. એવી વસ્તુને ડાયટમાં સામેલ કરવી જોઈએ, જેનાથી પ્યુરીન બહાર આવી જાય. યુરિક એસિડના દર્દીઓએ ખાવામાં ધાણાની ચટણી જરૂર સામેલ કરવી જોઈએ. આ ચટણીના સેવનથી શરીરમાં જમા પ્યુરીન બહાર નિકળી જશે.

યુરિક એસિડ ઘટાડવાના ઉપાય
આયુર્વેદમાં એવી ઘણી જડ્ડીબુટ્ટી વિશે જણાવવામાં આવ્યું છે જે શરીરમાં યુરિક એસિડ ઘટાડે છે. તેવા ઘણા મસાલા છે જે શરીરમાં જમા આ વેસ્ટ પ્રોડક્ટ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે આ વસ્તુને ચટણીના રૂપમાં ઉપયોગ કરી શકો છો. 

યુરિક એસિડ ઘટાડવામાં અસરકારક ચટણી
- આ ચટણીને બનાવવા માટે કોથમીર અને ફુદીનાના પાન લઈ લો.
- હવે આ પાનને મિક્ચરમાં નાખો અને સાથે 3-4 કળી લસણ નાખી દો.
- ચટણીમાં થોડો આદુ, લીંબુનો રસ, જીરૂ અને સ્વાદ પ્રમાણે સેંધા નમક નાખી દો.
- આ બધી વસ્તુને મિક્ચરમાં પીસી ચટણી બનાવી લો.
- હવે આ ચટણીને તમે ભોજન કે નાસ્તાની સાથે લઈ શકો છો.
- તમારૂ યુરિક એસિડ થોડા દિવસમાં નિયંત્રિત થઈ જશે અને તમને રાહત મળશે.

આમ તો યુરિક એસિડ બધાના શરીરમાં હોય છે અને યુરિનની સાથે શરીરમાંથી બહાર નિકળી જાય છે. પરંતુ જ્યારે પ્યુરીનની માત્રા શરીરમાં વધવા લાગે છે તો તે ક્રિસ્ટલના રૂપમાં શરીરના સાંધામાં જઈ ભેગું થવા લાગે છે. તેનાથી સાંધામાં દુખાવો અને સોજા આવવા લાગે છે. જ્યાં આ ક્રિસ્ટલ જામે છે ત્યાં ટેન્ડરનેસ વધી જાય છે. યુરિકનો દુખાવો પગની આંગળીઓ, એડી અને સાંધામાં સૌથી વધુ થાય છે. યુરિક એસિડ હાઈ થવા પર કિડની સ્ટોનનો ખતરો વધી જાય છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news