સવારે ઉઠીને સતત આવતી છીંકમાં મળી જશે રાહત, બસ કરો આ આયુર્વેદિક ઉપાય
Sneezing In morning Problem: કેટલાક લોકોને સવારે ઉઠવાની સાથે છીંકો આવતી હોય છે. સવારે ઉઠવાની સાથે છીંક આવે તે સ્વાસ્થ્ય માટે સારૂ નથી. આવો જાણીએ સવારે આવતી છીંક કઈ રીતે ઠીક કરી શકાય છે.
નવી દિલ્હીઃ સવારે ઉઠતા જ કેટલાક લોકોને સતત છીંક આવવા લાગે છે. તેને મેડિકલ સાયન્સમાં એલર્જિક રાઇનાઇટિસ (Allergic rhinitis) કહે છે. ઘણીવાર અચાનક મોસમ બદલવાથી, ધૂળમાં જવાથી, વાતાવરણમાં ભેજ, કોઈ પેન્ટ કે સ્પ્રે અને પોલ્યુશનથી એલર્જિક રાઇનાઇટિસની સમસ્યા પેદા થઈ શકે છે. શ્વાસ લેવા સમયે હવામાં રહેલા કણ શરીરની અંદર જતા રહે છે અને શરીરમાં આવું રિએક્શન થાય છે. તેનાથી છીંક આવવા લાગે છે. અચાનક સીઝન બદલવાને કારણે લોકોને વધુ સમસ્યા થાય છે. તમે કેટલીક વાતનું ધ્યાન રાખી આ સમસ્યામાં રાહત મેળવી શકો છો.
સવારે આવતી છીંકના ઉપાય
1. જો તમે એલર્જિક રાઇનાઇટિસની સમસ્યાથી પીડિત છો તો તમારે હળવા ભોજનની આદત રાખવી જોઈએ. ડાઇટમાં સેંધા નમકનો ઉપયોગ કરો અને હંમેશા નવશેકુ પાણી પીવો.
2. તમે 1 કપ પાણીમાં 10-12 તુલસીના પાન, 1/4 ચમચી કાળા મરી પાવડર, થોડું છીણેલું આદુ અને 1/2 ચમચી વેલાના મૂળ પાવડર ઉમેરીને ઉકાળી શકો છો. પાણી અડધું રહી જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. હવે આ પાણીને ગાળીને સવાર-સાંજ હૂંફાળું પીવું.
આ પણ વાંચોઃ શિયાળામાં નાભિમાં ખાસ નાખો આ તેલના માત્ર 2 ટીપાં, પછી જુઓ શું ચમત્કારિક ફાયદા થાય છે
3. છીંકની સમસ્યાને ઠીક કરવા માટે તમે અડધી ચમચી હળદર અને થોડું સેંધા નમક નવશેકા પાણીમાં મિક્સ કરી પીવો. તેનાથી તમને એલર્જીમાં રાહત મળશે. હળદરમાં એન્ટી એલર્જિક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે, જે રાઇનાઇટિસમાં રાહત પહોંચાડે છે.
4. આંબળા પણ એલર્જીમાં ફાયદો કરે છે. તે માટે 1 ચમચી મદ અને થોડા આંબળા પાઉડરને મિક્સ કરી દિવસમાં બે વખત સેવન કરો. તમે ઈચ્છો તો આંબળા અને ફુદિનાના પાંદડાની બનેલી ચા પણ પી શકો છો. તેનાથી તમને આરામ મળશે.
5. દરરોજ સ્ટીમ લેવાથી પણ આ સમસ્યાને ઓછી કરી શકાય છે. આ માટે પાણીમાં થોડું કપૂર ઉમેરો અને પછી લગભગ 15 મિનિટ સુધી આ પાણીથી વરાળ લો. તેનાથી સવારે છીંક આવવાની સમસ્યા ઓછી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube