Soft Drinks Side Effects: ગરમી હોય કે ઠંડી  અનેક ઘરોમાં તમે જોયું હશે કે ફ્રિજમાં કોલ્ડ ડ્રિંકની બોટલો પડી જ હોય છે. ઘર, ઓફિસથી લઈને લોકો પાર્ટી ફંકશનમાં પણ કોલ્ડ ડ્રિંક પીવાનું ખુબ પસંદ  કરતા હોય છે. યુવાઓમાં તો તેનો ખુબ ક્રેઝ જોવા મળે છે. યુવાઓને તો જાણે પાર્ટી કે રોજબરોજની જિંદગીમાં પણ કોલ્ડ ડ્રિંક પીવાની આદત પડી ગઈ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ કોલ્ડ ડ્રિંક્સનો શરીર પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. હકીકતમાં તે તમારા વજનને તો વધારે જ છે પરંતુ સાથે સાથે લિવરને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત તે  તમારા મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરે છે અને ઈન્શ્યુલિનની સમસ્યાને પણ વધારે છે. આ ઉપરાંત તે ડાયાબિટિસ ટાઈપ 2 માટે કારણભૂત થઈ શકે છે. કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કયા કયા નુકસાન થઈ શકે છે તે વિશે ખાસ જાણો...


શુગર વધવાનું જોખમ: જ્યારે તમે ભોજન કરો છો તો તમારા ખાવાનામાં કાર્બોહાઈડ્રેટ્સ અને અન્ય પોષક તત્વોનું પણ સેવન કરતા રહો છો પરંતુ જ્યારે તમે તેની સાથે કોલ્ડ ડ્રિંક લો છો તો ડ્રિંકની શુગર પણ તમારા શરીરમાં જાય છે અને તમારા શરીરમાં શુગરની માત્રા વધી જાય છે. આથી ભોજન સાથે ક્યારેય ન પીઓ. 


વજન વધવાની સમસ્યા: મોટાભાગના લોકોને ખબર છે કે કોલ્ડ ડ્રિંક્સથી વજન વધે છે. સોડા અને સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડ હોય છે જેના કારણે વજન ઝડપથી વધે છે. એક નિયમિત કોકા કોલાના કેનમાં 8 મોટા ચમચા  ખાંડ હોય છે. કોલ્ડ ડ્રિંક્સ તમારી ભૂખને થોડીવાર માટે શાંત કરી શકે પરંતુ ત્યારબાદ તમે વધુ પ્રમાણમાં ભોજન કરો છો. 


દાંત ખરાબ થાય છે: સોફ્ટ ડ્રિંક તમારા દાંત માટે ખુબ નુકસાનકારક છે. સોડામાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે. જે લાંબા સમયે દાંતના ઈનેમલને ખરાબ કરી શકે છે. ખાંડની સાથે એસિડ તમારા મોઢામાં બેક્ટેરિયાને ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે. જેનાથી કેવિટી થઈ શકે છે. 


હાડકાં નબળા પડવા: સોફ્ટ ડ્રિંક તમારા હાડકાંમાંથી કેલ્શિયમને શોષી લેવાનું કામ કરે છે. જેનાથી હાડકાં નબળા અને બરડ થાય છે. સોફ્ટ ડ્રિંકમાં ફોસ્ફ ફોસ્ફોરિક એસિડ હોય છે જે હાડકાંમાથી કેલ્શિયમ શોષે છે. કેફિન પણ કેલ્શિયમ શોષવાનું કામ કરે છે. જેની હાડકાં પર ખરાબ અસર થાય છે. 


હ્રદયની બીમારીઓ: સતત વધતા વજનના કારણે હ્રદય રોગ થઈ શકે છે. પરંતુ આ સાથે જ સોડામાં રહેલા તત્વો તમને વધુ બીમાર બનાવી શકે છે. સોડામાં રહેલા સોડિયમ અને કેફીન હ્રદય માટે ખુબ જ ખતરનાક હોય છે. સોડિયમ શરીરમાં તરલતા રોકવાનું કામ કરે છે જ્યારે કેફીન હ્રદયગતિ અને બ્લડપ્રેશર વધારે છે. 


Neem Juice Benefits: ઉનાળામાં પીવો લીમડાનો રસ, આ રોગો દૂર થશે


ભૂલથી પણ આ બીજને કચરામાં ન નાખો, પુરુષોનો 'પાવર' વધારવામાં ગણાય છે અકસીર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube