નવી દિલ્હીઃ Nutrients of Spinach: શિયાળાનો સમય સ્વાસ્થ્ય માટે સારો હોય છે, કારણ કે આ સીઝનમાં દરેક શાકભાજી તાજા અને સસ્તા મળે છે. શિયાળામાં દરેક લિલા શાકભાજી બજારમાં સરળતાથી મળી જાય છે. ઠંડીમાં સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે લોકો વિવિધ પ્રકારની ભાજી પણ ખાતા હોય છે. આ બધામાં પાલક સૌથી શ્રેષ્ઠ છે. હેલ્થ નિષ્ણાંત પ્રમાણે ઠંડીમાં પાલક ખાવી કે પાલકનું જ્યુસ તમને ગંભીર બીમારીઓથી બચાવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ, મેગનીઝ અને આયરન સહિત એન્ટી-ઓક્સીડેન્ટ્સની ભરપૂર માત્રા હોય છે. પાલક ખાવાથી આખની રોશની વધે છે અને તેમાં રહેલ વિટામિન સી બોડીના ઇમ્યુનિટીને વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલકના બીજા ફાયદા (Benefits of spinach)
1. શિયાળામાં પાલકનો ઉપયોગ બોડીની ઇમ્યુનિટી વધારે છે. આ સાથે તેમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, ફોસ્ફોરસ, પ્રોટીન અને આયરનની મોટી માત્રા હોય છે. પાલકનું જ્યુસ ઘણી ગંભીર બીમારીઓના ખતરાને ઓછુ કરે છે. તેમાં ફાઇબરની માત્રા પણ હોય છે, જે પેટ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરે છે. તે કબજીયાત, અપચો અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે. 


આ પણ વાંચોઃ નખ પર થઇ રહ્યા છે સફેદ નિશાન? તો હોઇ શકે છે મોટું કારણ, થઇ જાવ સાવધાન


2. તેમાં રહેલ આયરન શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. પાલકનું જ્યુસ એમીનિયાના ખતરાને ઓછો કરે છે. તેનું જ્યુસ યાદશક્તિ પણ વધારે છે. બ્લક પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પાલકનું જ્યુસ પીવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. તેમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. 


3. પાલકનું જ્યુસ મેટાબોલ્જિમને વધારે છે. તેના કારણે બોડીમાં ફેટ જમા થતો નથી અને વજન પણ ઓછું થવા લાગે છે. પાલકના જ્યુસનું સેવન તમે જીરાના પાઉડર અને મીઠાંની સાથે પણ કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ પણ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube