Blueberry Health Benefits: રોજ બ્લૂબેરી ખાવાનું શરુ કરી દો, થોડા દિવસમાં જ દેખાવા લાગશે આ 4 જબરદસ્ત ફાયદા
Blueberry Health Benefits: બ્લુબેરી સરળતાથી મળી જતું ફળ છે. સ્વાદમાં ખાટું-મીઠું આ ફળ શરીરને 4 જોરદાર ફાયદા કરે છે. આજે તમને જણાવીએ આ ફળની ખાસિયતો વિશે.
Blueberry Health Benefits: બ્લુબેરી એક ખાટું મીઠું રસદાર ફળ છે. બ્લુબેરીને ભારતમાં ઘણી બધી જગ્યાએ નીલબદરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લુબેરી સૌથી વધારે એશિયા, યુરોપ અને નોર્થ અમેરિકામાં મળે છે. જોકે બ્લુબેરી હવે ભારતમાં પણ દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. બ્લુબેરીનો ઉપયોગ સૌથી વધારે સ્વાદિષ્ટ વ્યંજન ઉપર ગાર્નિશ તરીકે કરવામાં આવે છે. પરંતુ આ ફળ ફક્ત ગાર્નિશિંગ માટે નહીં સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
આ પણ વાંચો: આ 4 વસ્તુની પોટલી છે જાદુઈ, આ પોટલી સુંઘવાથી 5 મિનિટમાં ખુલી જશે બંધ નાક
બ્લુબેરી શરીર માટે ગુણકારી માનવામાં આવે છે. બ્લુબેરીમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. બ્લુબેરીમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન કે અને મેંગેનીઝ પણ હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ અને ફ્લેવેનોઈડ રક્ત શુદ્ધ કરે છે અને લીવરને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે.
બ્લુબેરી ખાવાથી થતા ફાયદા
આ પણ વાંચો: Ajwain Tea: બસ 30 દિવસ સવારે દૂધવાળી ચાને બદલે પીવો અજમાની ચા, શરીરને થશે આ 4 ફાયદા
સ્થૂળતા ઘટે છે
બ્લુબેરીમાં એન્થોસાઈનીન નામનું તત્વ હોય છે જે સ્થુળતા ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે બ્લુબેરી ખાવી જોઈએ. બ્લુબેરી ખાવાથી ફાયદો થઈ શકે છે. બ્લુબેરીને ખાવાથી વજન કંટ્રોલ કરી શકાય છે.
હાર્ટ રહેશે હેલ્થી
હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ બ્લુબેરીને ડાયટમાં સામેલ કરી શકાય છે. બ્લુબેરીમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. તે હાર્ટને ફિટ અને હેલ્ધી રાખે છે.
આ પણ વાંચો: Foot Corn: પગમાં વારંવાર થતી કપાસીથી પરેશાન છો? 5 ઘરેલુ ઉપાયોથી દુર થઈ શકે છે સમસ્યા
પાચન
બ્લુબેરી પાચનની સમસ્યાને પણ દૂર કરે છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે બ્લુબેરી ડાયરેક્ટમાં સામેલ કરવી જોઈએ. બ્લુબેરીમાં ફાઇબર વધારે હોય છે તેથી તે પેટનો દુખાવો ગેસ અને અપચો મટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Ghee: આ 5 વસ્તુઓ ક્યારેય ઘી ઉમેરીને ખાવી નહીં, શરીરમાં જતાં જ બની જાય છે ઝેર
સ્ટ્રેસ ઘટાડે છે
આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના સ્ટ્રેસથી પરેશાન રહે છે. સ્ટ્રેસથી બચવા માટે તમે બ્લુબેરીનું સેવન કરી શકો છો તેમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)