ઝી બ્યૂરો, અમદાવાદઃ માણસના રુદન પાછળનું કારણ વૈજ્ઞાનિક છે. તમને જણાવી દઈએ કે કોઈ માણસની આંખમાંથી આંસુ માત્ર દુ:ખ, મુશ્કેલી કે ખુશીના કારણે જ નથી આવતા. પરંતુ કોઈ ખાસ પ્રકારની ગંધ અથવા ચહેરા પર આવતા જોરદાર પવનના કારણે પણ આંસુ આવે છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે શા માટે અને કેવી રીતે આંખોમાંથી આંસુ આવે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોએ આંસુઓને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. પ્રથમ કેટેગરી બેસલ છે. આ પ્રકારના આંસુને બિન-ભાવનાત્મક આંસુ કહેવામાં આવે છે, જે આંખોને સુકી થતા રોકે છે અને સ્વસ્થ રાખે છે. બીજી કેટેગરી પણ બિન-ભાવનાત્મક આંસુમાં આવે છે. આ પ્રકારના આંસુ કોઈ ખાસ પ્રકારની ગંધની પ્રતિક્રિયા સમયે આવે છે. જેમ કે ડુંગળી સુધારવી, ફિનાઈલ જેવી તીવ્ર ગંધ આવતા આંસુ આવે છે. આંસુઓની ત્રીજી કેટેગરી પર હંમેશા ચર્ચા થતી રહે છે. આંસુની આ કેટેગરીને ક્રાઈંગ ટીયર્સ કહેવામાં આવે છે.


તમને જણાવી દઈએ કે, ક્રાઈંગ ટીયર્સ ભાવનાત્મક પ્રતિક્રિયાના પ્રતિભાવ રૂપે આવે છે. માણસનાં મગજમાં એક લિંબિક સિસ્ટમ આવેલી હોય છે. જેમાં મગજનું હાયપોથૈલેમસ હોય છે. આ ભાગ નર્વસ સિસ્ટમ સાથે સીધા સંપર્કમાં રહે છે. આ સિસ્ટમને ન્યુરોટ્રાન્સમીટર સંકેત આપે છે અને કોઈ ભાવનાનાં એક્સટ્રીમ પર આપણે રડી પડીએ છે. વ્યક્તિ માત્ર ઉદાસીમાં જ નહીં, પરંતુ ગુસ્સા અથવા ડરનાં કારણે પણ રડવા લાગે છે.


આખરે વ્યક્તિ રડે છે કેમ?
માણસનું રુદન એક નોન-વર્બલ સંવાદનો એક પ્રકાર છે. આંસુ દ્વારા માણસ જણાવે છે કે આપણને મદદની જરૂર છે. તમને જણાવી દઈએ કે, મનોવૈજ્ઞાનિક આ વાત પર સતત જોર આપે છે કે, ભાવનાઓના વહેણમાં રુદન આવવુ સારી વાત છે. તેનાથી આંખો જ નહીં, પરંતુ આપણુ માનસિક સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.નોન-વર્બલ સંવાદનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ નવજાત બાળકો હોય છે. બાળકો જ્યારે બોલતા શીખ્યા નથી હોતા, ત્યારે રડવાના માધ્યમથી નોન-વર્બલ સંવાદ કરે છે અને આપણને તેમની જરૂરિયાત સમજાવે છે.