Stuffy Nose: ચોમાસામાં ઘણા રોગોનું જોખમ વધારે રહે છે. આ ઋતુમાં નાક બંધ થવાની સમસ્યા સૌથી વધુ થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આપણે બરાબર વાત પણ કરી શકતા નથી. જો કે તમે આ સમસ્યાથી કેટલાક ઘરેલું ઉપચારની મદદથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે રસોડામાં રાખેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બંધ નાક ખોલવાના ઉપાય


આ પણ વાંચો :


ચોમાસામાં રોજના આહારમાં વધારો કાળા મરીનો ઉપયોગ, મોસમી રોગો નહીં ફરકે આસપાસ પણ


ચાન્સ મળે તો પલળી જ લેવું.... વરસાદમાં નહાવાથી શરીરને થશે 4 જોરદાર ફાયદા


Body Detox: આદુની છાલને ફેંકવાની આદત બદલો, છાલમાંથી આ રીતે તૈયાર કરો ડિટોક્સ વોટર


1. સ્ટીમ લેવી
બંધ થયેલું નાક ખોલવા માટે આ ઉપાય વર્ષોથી કરવામાં આવે છે. તેના માટે એક વાસણમાં પાણી ઉકાળો અને પછી માથું ટુવાલથી ઢાંકી દો અને પછી સ્ટીમ લેવાનું રાખો. તેનાથી નાક ઝડપથી ખુલી જશે. 


2. ગરમ પાણી પીવો
નાક બંધ થવાને કારણે ઘણીવાર માથુ દુખવા લાગે છે. તેના માટે ગરમ પાણી પીવાનું શરૂ કરો. તમે ઈચ્છો તો ગરમ પાણીમાં મધ અને આદુનો રસ મિક્સ કરીને પી શકો છો. તેનાથી બંધ થયેલું નાક ખુલી જશે.


3. નેઝલ સ્પ્રે
આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના નેઝલ સ્પ્રે મળે છે જે બ્લોક થયેલા નાકને ખોલે છે, જો તમે ઇચ્છો તો ડોક્ટરની સલાહ પર તેનો ઉપયોગ કરી શકો છો. આ સ્પ્રે તમે સાથે રાખી શકો છો અને કોઈપણ સમયે તેનો ઉપયોગ કરી શકો છો. 


4. મસાલેદાર ખોરાક
સામાન્ય રીતે સારા સ્વાસ્થ્ય માટે મસાલેદાર ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ મસાલેદાર ખોરાક ખાવાથી બંધ નાક ખોલવામાં મદદ મળે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)