Body Detox: આદુની છાલને ફેંકવાની આદત બદલો, છાલમાંથી આ રીતે તૈયાર કરો ડિટોક્સ વોટર

Body Detox: ઘરમાં જો કોઈને શરદી ઉધરસની સમસ્યા હોય તો પણ આદુનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આદુનો ઉપયોગ તેની છાલ કાઢીને કરે છે. આદુની છાલને લોકો ફેંકી દેતા હોય છે પરંતુ આવી ભૂલ કરવી જોઈએ નહીં. આદુની છાલનો ઉપયોગ કરીને તમે ડિટોક્સ વોટર બનાવી શકો છો

Body Detox: આદુની છાલને ફેંકવાની આદત બદલો, છાલમાંથી આ રીતે તૈયાર કરો ડિટોક્સ વોટર

Body Detox: આદુ એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજ રસોડામાં થાય છે. ક્યારેક ચા માં તો ક્યારેક રસોઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ઘરમાં જો કોઈને શરદી ઉધરસની સમસ્યા હોય તો પણ આદુનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આદુનો ઉપયોગ તેની છાલ કાઢીને કરે છે. આદુની છાલને લોકો ફેંકી દેતા હોય છે પરંતુ આવી ભૂલ કરવી જોઈએ નહીં. આદુની છાલનો ઉપયોગ કરીને તમે ડિટોક્સ વોટર બનાવી શકો છો આ પાણીનું સેવન કરવાથી પેટ અને શરીરની અશુદ્ધિઓ શરીરમાંથી દૂર થઈ શકે છે.

ડિટોક્સ વોટર બનાવવાની સામગ્રી

આ પણ વાંચો:

એક ગ્લાસ પાણી
એક ચમચી આદુની છાલ
એક નાની ચમચી ચા પત્તી
જરૂર અનુસાર લીંબુનો રસ

કેવી રીતે બનાવવું ડીટોક્ષ વોટર

આદુની છાલમાંથી ડિટોક્સ વોટર બનાવવું હોય તો એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળી જાય એટલે તેમાં એક ચમચી આદુની છાલ ઉમેરો. ત્યાર પછી તેમાં એક નાની ચમચી ચાની પત્તી ઉમેરો. બધી જ વસ્તુને બે મિનિટ ગરમ કરો. પાણી બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણીને ગાળી લો અને પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાનું રાખો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news