Suhani Bhatnagar Death:દંગલ ફિલ્મમાં નાની બબીતા ફોગાટની ભૂમિકા ભજવનાર બાળકી સુહાની ભટનાગરનું નિધન થયું છે. 19 વર્ષની ઉંમરમાં સુહાની ભટનાગરનું મોત થતા બોલીવુડમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. સુહાની ભટનાગરનું મોત દિલ્હી એઈમ્સમાં થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળતી માહિતી અનુસાર સુહાની ભટનાગરને સાત ફેબ્રુઆરીએ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી 11 ફેબ્રુઆરીએ તેને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવી અને 16 ફેબ્રુઆરીએ તેને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી તેનું મોત થયું. 


આ પણ વાંચો: Eyes Care: બાળકને આવી ગયા છે ચશ્મા? તો રોજ ખવડાવો આ વસ્તુઓ, ઉતરી જશે આંખના નંબર


મીડિયા રિપોર્ટ અનુસાર સુહાની ભટનાગરને થોડા સમય પહેલા પગમાં ફેક્ચર થયું હતું. ત્યાર પછી તેને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. જેની દવાની તેને સાઈડ ઈફેક્ટ થઈ અને શરીરમાં તરલ પદાર્થ ભરાવા લાગ્યા. જેના કારણે સુહાની ભટનાગરનું મોત થયું.


શરીરમાં તરલ પદાર્થ જમા થવા એટલે શું ?


આપણું શરીર લગભગ 60 ટકા પાણીથી બનેલું હોય છે. જે વિવિધ ટિસ્યૂ અને અંગોમાં વિભાજીત થાય છે. તરલ પદાર્થ રક્ત, લસીકા અને સેલ્સની અંદર પણ હોય છે. આ પદાર્થ શરીરના વિવિધ કાર્યો સુચારુ રીતે થાય તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ કેટલીક જટીલ સ્થિતિમાં શરીરમાં તરલ પદાર્થ અસામાન્ય રીતે જમા થવા લાગે છે. જેને ઈડિમા કે ફ્લુઈડ ઓવરલોડ કહેવાય છે. આ સમસ્યા શરીરને કોઈપણ ભાગમાં થઈ શકે છે. જેમકે ઘુંટણ, પગ, પેટ, ફેફસા અને મગજ. આ સ્થિતિ જીવલેણ હોય છે. 


આ પણ વાંચો: Anxiety: ખાવા-પીવાની આ 5 વસ્તુઓ વધારે છે એન્ઝાઈટી, શાંત રહેવું હોય આજથી જ રહો દુર


કયા કારણોથી શરીરમાં જમા થાય છે તરલ પદાર્થ ?


- કોઈ બીમારીના કારણે જેમ કે હૃદય, કિડનીનો રોગ, લીવરની સમસ્યા કે થાઇરોડના કારણે શરીરમાં તરલ પદાર્થ જામી શકે છે.


- દવાઓની આડઅસરના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે


- શરીરમાં પ્રોટીનની ઉણપ હોય ત્યારે પણ તરલ પદાર્થનું અસંતુલન સર્જાઈ શકે છે.


- શરીરમાં કોઈ ઈજા થઈ હોય અને તેમાં સંક્રમણ થતા પણ આ તકલીફ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)