Eyes Care: બાળકને આવી ગયા છે ચશ્મા? તો રોજ ખવડાવો આ વસ્તુઓ, ઉતરી જશે આંખના નંબર
Eyes Care: ઘણા બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જાય છે. કારણ કે તેમની આંખો નબળી થઈ ગઈ હોય છે. આંખ નબળી પડી જાય તો ચશ્મા વિના કોઈપણ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. તેથી ફરજિયાત બાળકને નાની ઉંમરથી જ ચશ્મા પહેરાવવા પડે છે. જો તમે તમારા બાળકને આવેલા ચશ્મા ઉતારવા માંગો છો તો તેને કેટલીક વસ્તુઓ ખવડાવવાની આજથી જ શરૂઆત કરી દો.
ગાજર
બાળકોની આંખ જો નાની ઉંમરમાં નબળી પડી જાય તો તેને નાનપણથી જ ચશ્મા પહેરવા પડે છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે બાળકને ગાજર ખવડાવવા જોઈએ. ગાજરમાં વિટામિન એ હોય છે જે આંખ માટે ફાયદાકારક છે. ગાજર ખાવાથી આંખની નબળાઈ દૂર થાય છે.
સંતરા
સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને તેનું સેવન કરવાથી પણ આંખ સારી થાય છે. બાળકોના ચશ્માના નંબર ઉતારવા માટે સંતરા મદદરૂપ છે. સંતરા ખાવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે.
પપૈયું
પપૈયું પણ આંખ માટે ફાયદાકારક છે સાથે જ તે પેટ સંબંધિત બીમારી પણ દૂર કરે છે. બાળકને તમે રોજ પપૈયું ખવડાવી શકો છો.
બીન્સ
બીન્સ સહિતના લીલા શાકભાજી ખાવાથી પણ આંખને ફાયદો થાય છે. આવા શાકભાજીમાં ઝીંકની માત્રા સારી એવી હોય છે જે આંખને જરૂરી પોષણ પણ પૂરું પાડે છે.
બ્રોકલી
બ્રોકલી ખાવાથી પણ બાળકોને ફાયદો થાય છે. બ્રોકલી પોષક તત્વથી ભરપૂર હોય છે. તેને ખાવાથી આંખ સહિત સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos