ઝી બ્યૂરો, અમદાવાદઃ ગરમીની સિઝનમાં શરીરમાં પાણીની કમી આવતી હોય છે જેના કારણે લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બનતા હોય છે. આ સિઝનમાં પસીનાના રૂપે શરીરમાંથી મોટા પ્રમાણમાં પાણી નીકળી જતું હોય છે અને ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ અનિયંત્રિત થઈ જાય છે. એટલે જ એક્સપર્ટસ્ કહે છે કે, ઉનાળામાં તમારે તમારા શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે લીલા શાતભાજી અને સિઝનના ફળ ખાવા જોઈએ. તમે આ વસ્તુઓને અલગ-અલગ રીતે તમારા ડાયટનો હિસ્સો બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટામેટાં
ટામેટાંમાં એન્ટઑક્સીડેંટ, વિટામિન C, લાઈકોપીન અને અન્ય પોષ્ક તત્વ હોય છે. આ પુરા શરીર સાથે તમારી ત્વચાને પણ ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે ટામેટાંનું રાયતામાં, સલાડમાં, સેન્ડવીચમાં અનેક રીતે સેવન કરી શકો છો.


તરબૂચ
ઉનાળામાં તરબૂચનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. તરબૂચમાં ખૂબ વધુ પ્રમાણમાં પાણી હોય છે. જેના કારણે તે તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. તરબૂચમાં લાઈકોપીન નામનું તત્ન હોય છે. જે તમારી સ્કીનને સૂર્યની કિરણોથી બચાવવામાં મદદ કરે છે. તરબૂચના બીયાને પણ જો તમે શેકીને ખાવો તો તે પણ તમારા શરીરને ઠંડક આપશે.


મક્કાઈ
મક્કાઈ પણ તમારા શરીરને ઠંડક આપે છે. આમાં ફાઈબર, વિટામિન, મિનરલ આદી પોષક તત્વ હોય છે જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આના સિવાય મક્કાઈમાં એન્ટીઑક્સિડેન્ટ શરીરને સૂર્ય કિરણોથી બચાવવામાં મદદ કરે છે. ઉનાળામાં મક્કાઈ ખાવાથી શરીરમાં પાણીની કમી નહીં આવે.


સંતરા
ઉનાળાની સિઝનમાં સંતરા ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે. સંતરામાં વિટામિન C અને અન્ય પોષક તત્વો હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને બૂસટ કરવામાં મદદ કરે છે. સંતરાનું સેવન શરીર સ્વસ્થ તો રાખે જ છે સાથે સાથે તમારી ત્વચાને પણ ચમકદાર બનાવે છે.


બેરિઝ
બેરિઝ એટલે ઠળિયા વિનાનું રસદાર ફળ. બેરિઝમાં એન્ટીઑક્સિડેન્ટ , ફ્લેવોનૉયડ્સ અને વિટામિન C હોય છે. ગરમીમાં બેરિઝનું સેવન શરીરને સ્વસ્થ રાખે છે. બેરિઝ ખાવાથી તમારી ત્વચા સ્વસ્થ રહે છે અને ચમદાર થાય છે. બેરિઝ ખાવાથી શરીરમાં પાણીની કમી નથી આવતી અને તમારૂ શરીર તંદરુસ્ત રહે છે.  


જોકે, દરેક વ્યક્તિના શરીરની રચના, તેના શરીરનું મેટાબોલિઝમ અલગ હોય છે. તેથી કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. અમે આ આર્ટીકલમાં જે માહિતી આપી છે તે જનરલ છે.