Raw Mangoes: શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી
Raw Mangoes:કાચી કેરી ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખાવી જોઈએ. ઉનાળા દરમ્યાન કાચી કેરી ખાવાથી શરીરને 6 જબરદસ્ત ફાયદા થાય છે. જો તમને આ ફાયદા વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.
Raw Mangoes: ગરમીની શરૂઆત થાય એટલે લોકો કેરીની રાહ જોવા લાગે છે. ઉનાળા દરમિયાન પાકી કેરી જેટલી ખવાય છે એટલા જ પ્રમાણમાં કાચી કેરી પણ ખવાતી હોય છે. મીઠી મીઠી કેરીનો સ્વાદ માણવાની સાથે લોકો કાચી કેરીના અથાણા, ચટણી સહિતની વાનગીનો પણ સ્વાદ માણે છે. કાચી કેરી ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખાવી જોઈએ. ઉનાળા દરમ્યાન કાચી કેરી ખાવાથી શરીરને છ જબરદસ્ત ફાયદા થાય છે. જો તમને આ ફાયદા વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: Health Tips: ભીષણ ગરમીમાં હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ 10 વાતોનું રાખો ધ્યાન
કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી શરીરને આ પોષક તત્વો મળે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
કાચી કેરી ખાવાના ફાયદા
- કાચી કેરીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાત, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યાથી મુક્તિ મળે છે.
- વિટામીન સીથી ભરપૂર કાચી કેરી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેનાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાથી પણ બચી જવાય છે.
આ પણ વાંચો: દાંત, પેઢા અને સાંધાના દુખાવામાં જોરદાર ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ કરવાની રીત
- કાચી કેરીમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે. ઉનાળામાં તેનું સેવન કરવાથી વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
- વિટામીન એ અને સીથી ભરપૂર કાચી કેરી ખાવાથી સ્કીન અને વાળને ફાયદો થાય છે. તેનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. કાચી કેરી ખાવાથી ખીલ અને વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
- વિટામીન એથી ભરપૂર કાચી કેરી આંખ માટે પણ સારી ગણાય છે. તે આંખની રોશની વધારે છે અને મોતિયા જેવી બીમારીથી બચાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Apple cider vinegar: બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણો તેની આડઅસરો
- ગરમીમાં લૂનો પ્રકોપ વધારે જોવા મળે છે. કાચી કેરીનું સેવન કરવાથી લુ લાગતી નથી. એમાં રહેલા ગુણ શરીરને ગરમીના પ્રકોપથી બચાવવામાં મદદ કરે છે. રોજ તેનો સેવન કરવાથી શરીર ઠંડુ અને હાઇડ્રેટ રહે છે.
કેટલી માત્રામાં ખાવી કાચી કેરી ?
આ પણ વાંચો: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત
કાચી કેરીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વધારે પ્રમાણમાં કાચી કેરી ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી પણ થઈ શકે છે. રોજ આખા દિવસ દરમિયાન 100 ગ્રામ જેટલી કાચી કેરી ખાઈ શકાય છે. તેનાથી વધારે કાચી કેરી ખાવી નહીં. આ સિવાય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યામાં ડોક્ટરની સલાહ લીધા પછી જ કાચી કેરીનું સેવન કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)