Summer Special: કાળઝાળ ગરમીમાં રહેવું છે ઠંડા-ઠંડા Cool-Cool? તો આ ફળોનું કરો સેવન
ઉનાળો શરૂ થઈ ગયો છે ધીમેધીમે આકાશમાંથી ગરમી પણ વરસી રહી છે. મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેટ અને લૉ એનર્જી ફીલ થાય છે અને આપણે ઠંડક થાય તે શોધીએ છીએ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળો શરૂ થઈ ગયો છે ધીમેધીમે આકાશમાંથી ગરમી પણ વરસી રહી છે. મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેટ અને લૉ એનર્જી ફીલ થાય છે અને આપણે ઠંડક થાય તે શોધીએ છીએ. આવા વાતાવરણમાં આપણા શરીરને ઠંડક કરાવે તેવા ખોરાકની જરૂર પડે છે. ઉનાળામાં મળતાં કેટલાંક ફળોની અમે તમને જણાવીશું..જે એનર્જી લેવલને તરત જ બૂસ્ટ કરશે..
Health Tips: કોરોનાથી બચવું હોય તો આજે આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ભોજનમાં કરો આટલો ફેરફાર
1. તરબૂચ
બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, તરબૂચ સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશનને લગતી બીમારીઓને થતી અટકાવે છે. તરબૂચ પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તરબૂચ રાત્રે પણ ખાઈ શકાય છે અને તરબૂચનું જ્યુશ બનાવીને પણ પી શકાય છે.
2. ટેટી
ઉનાળો આવતાની સાથે જ બજારમાં ટેટી મળતી થઈ જાય છે. ગ્રામીણ વિસ્તારમાં તેને ચીભડું પણ કહેતા હોય છે. આ ફળ પુસ્કળ પ્રમાણમાં પાણીથી ભરપુર હોય છે. જે તમારા શરીરમાં પાણીની માત્રા જાળવી રાખે છે.
3. કેરી
ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. કેરીમાં એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર શરીર માટે ખૂબ ઉપયોગી છે. બપોરે જમવાની સાથે કાપેલી કેરી અથવા કેરીનો રસ ખાવની મજા પડી જાય છે...
4. દ્રાક્ષ
દ્રાક્ષ માઇગ્રેનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. દ્વાક્ષ અસ્થમા અને સ્કિન માટે સારી છે, દ્વાક્ષ સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. દ્વાક્ષ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. દ્વાક્ષમાં વિટામીન C અને K નો સારો સ્રોત છે. દ્રાક્ષનો રસ પાર્ટીમાં સૌથી વધારે ફેવરેબલ છે. દ્રાક્ષ સાથે સફરજન પણ ઉમેરી શકાય. આ રીતે આપણે સુગર ઓછી કરી શકીએ છીએ.
5. નારંગી
મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે નારંગી સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. નારંગી વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે,
6. નારિયેળ પાણી
નારિયેળ એક સસ્તું અને આરોગ્યપ્રદ ફળ છે કે જેમાં કૂલિંગ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. નારિયેળમાં શુગર, ઇલેક્ટ્રૉલાઇટ તથા જરૂરી મિનરલ્સ હોય છે કે જેથી શરીર હાઇટ્રેડિટ રહે છે.
7. વરિયાળી
વરિયાળીનાં બીજ ઠંડા હોય છે. વરિયાળીને પાણીમાં નાખીને પણ પી શકો છો. જો આપને પેટની સમસ્યા છે કે પાચન બરાબર નથી થતું, તો ભોજન બાદ થોડીક વરિયાળી ચાવો.
આ ઉપરાંત તમે સ્ટ્રોબેરી, અનાનસ, રાસબરી, તાડપડી જેવા રસથી ભરેલાં ફળીનું પણ ગરમીના મોસમાં સેવન કરી શકો છો. તેનાથી તમને શરીરમાં ઠંક મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube