Health Tips: કોરોનાથી બચવું હોય તો આજે આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ભોજનમાં કરો આટલો ફેરફાર
કોરોનાથી બચવા માટે ભોજનમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એક મોટો યક્ષ પ્રશ્ન છે. ત્યારે અહીં કેટલીક હેલ્થ આપવામાં આવી છે જે ખરેખર જોવા જેવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાના સંક્રમિત થવાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો? આજે દરેક વ્યક્તિ માટે આ એક મોટો પડકાર છે. એવામાં આ જીવલેણ વાયરસ સામે લડત લડવા માટે કેવો ખોરાક લેવો અને શું ન ખાવું એ બાબત પણ ખુબ જ અગત્યની છે. કોરોના વાયરસની બીજી લહેરે દેશ અને દુનિયાભરમાં ફરી હાહાકાર મચાવ્યો છે. નિષ્ણાતોના મતે આ વખતે આ વાયરસ પહેલી લહેર કરતા વધારે ઘાતક બની ગયો છે. તેવામાં આપણે પોતાની અને પોતાના પરિવારની સાર-સંભાળ લેવા માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
કોરોનાના કારણે મચ્યો હાહાકાર
દરરોજ દુનિયાભરમાં લાખો કોરોના વાયરસનો શિકાર બને છે. ભારતની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ સ્થિતિ એવી થઈ ગઈ છેકે, હોસ્પિટલોમાં હવે જગ્યા મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. તેવામાં લોકો માટે સૌથી જરૂરી છે કે તેઓ પોતાનું ધ્યાન રાખે. કોરોના વાયરસથી બચવા અને તેની સામે લડવા માટે શરીરમાં મજબૂત ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. WHO પહેલાથી જ જણાવી ચૂક્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે તમારે કયા પ્રકારનો ખોરાક લેવો અને કયા પ્રકારની વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. તેને ફરી એકવાર વિસ્તાર પૂર્વક જાણી લેવાની જરૂર છે.
શું ખાવું જોઈએ?
WHO નાં જણાવ્યા અનુસાર તમારે પોતાના ભોજનમાં એવી વસ્તુ લેવી જોઈએ જેનાથી તમારા શરીરમાં ઈમ્યૂનિટી વધારે મજબૂત બને. જેના માટે તમારે હાલના સમયમાં દરરોજ તાજા ફળ, અનપ્રોસેસ્ડ ફુડ, દાળ, બીન્સ, મકાઈ, બાજરો, ઘઉં, બટેટા, લીલા શાકભાજી, એવોકાડો વગેરે સામેલ કરવા જોઇએ. આવું કરવાથી તમે જરૂરી ફાઇબર, પ્રોટીન, વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ શરીરને આપી શકો છો. તે સિવાય તમે ફીશ, નટ્સ, ઓલિવ ઓઈલ, સોયા, સૂરજમુખી અને કોર્ન ઓઇલને પોતાના ભોજનમાં સામેલ કરી શકો છો.
ફ્રૂટ જ્યૂસ અને લીંબુ પાણી લો
કોલ્ડ્રીંક, સોડા અને કોફીને બદલે તમે ફળોનું જ્યૂસ અને લીંબુ પાણી પી શકો છો.
વધુ પાણી પીવો
આપણા શરીર માટે પાણી ખુબ જ જરૂરી છે. આપણા શરીરનાં તાપમાનને નિયંત્રણમાં રાખવા અને ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા માટે પાણી મદદગાર સાબિત થાય છે, એટલા માટે દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જોઇએ. બને ત્યાં સુધી હુંફાળું ગરમ પાણી પીવાની આદત રાખો.
શું ખાવું ન જોઈએ?
વળી તમારે પ્રોસેસ્ડ ફુડ, ફાસ્ટ ફુડ, તળેલું ફુડ, ફ્રોઝન ફુડ, પીઝા જેવી ચીજો ખાવાથી બચવું જોઈએ. આવું એટલા માટે કારણ કે અન્ય કોઈ બીમારી હોવાથી કોરોના વાયરસ સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે, એટલા માટે લોકોએ આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ.
દારૂ ન પીવો જોઈએ
તમારે કોઈપણ પ્રકારના શોફ્ટ ડ્રીંક, કોલ્ડ ડ્રીંક, દારૂ કે બિયર કે વાઈન જેવા કેફી દ્રવ્યો અને સ્મોકિંગથી પણ દૂર રહેવું જોઈએ.
(નોંધ: અહીં માત્ર જનરલ માહિતી આપવામાં આવી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. ખોરાક અંગે પણ તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો)
Trending Photos