ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળાની ઋતુમાં લોકો મોટા ભાગે તરબુચ અને ટેટી જેવા ફળ ખાવાનું પસંદ કરે છે. કારણ કે આ ફળોમાં મોટા પ્રમાણમાં પાણી રહેલું હોય છે. બીજી તરફ જોવા જઈએ તો આ ગરમીની સિઝનમાં કોરોનાએ ફરી માજા મુકી છે. ત્યારે શરીરને સ્વસ્થ્ય રાખવા માટે આજે અમે તમને બીટના ફાયદા વિશે તમામ માહિતી આપીશું. બીટ(BEETROOT) ખાવાના અનેક ફાયદા છે. તે ફક્ત ડેમેજ્ડ સ્કિનને પુનર્જીવિત કરવાનું કામ નથી કરતું, પરંતુ હિમોગ્લોબિનના સ્તરમાં પણ સુધારો કરે છે. ઉચ્ચ પોષણ, પાણી અને ઝીરો ફેટ જેવી ખુબીઓ બીટને ગરમીનું પર્ફેક્ટ સુપરફુડ બનાવે છે. આવો જાણીએ બીટના 8 ફાયદા જેનાથી આપ હશો અજાણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરપુર પોષણ-
જો તમારું હિમોગ્લોબીન કાઉન્ટ લો છે તો ડાઈટમાં બીટ સામેલ કરવું જરૂરી છે. બીટ લગભગ દરેક પ્રકારના વિટામિન અને મિનરલ્સથી ભરેલું હોય છે. જે આપણા શરીર માટે ખુબ જરૂરી છે. આ પોટેશિયમ અને ફોલેટનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. એમાં હાજર નાઇટ્રેટ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.


હૃદયના રોગોથી રાહત-
ડોક્ટરો કહે છે કે બીટનું જ્યુસ રેગ્યુલર પીવાથી કાર્ડિયોવાસ્ક્યુલર બીમારી એટલે હૃદય સાથે જોડાયેલા રોગોનું જોખમ ઓછું થાય છે. બીટમાં રહેલું નાઈટ્રેટ, નાઈટ્રેટ ઓક્સાઈડમાં બદલીને રક્ત વાહિનીઓને ડાઈલેટ કરવાનું કામ કરે છે. જે બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને હાર્ટ ફેલિયર, અટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઓછો કરે છે.


Bluetooth નું નામ આખરે બ્લૂ પરથી જ કેમ પડ્યું, બ્લેક-રેડ કે ગ્રીન પરથી કેમ નહીં?


બ્રેઈન ફંકશન-
બીટમાં નાઈટ્રેટ લોહીના પ્રવાહને સપોર્ટ કરી એજિંગ પર પડાવ પાડતા પ્રાકૃતિક પ્રભાવ અને બ્રેન ફંક્શનને સ્વસ્થ કરે છે. બીટમાં આયર્નની ભરપૂર માત્રા એનિમિયા અને ડિમેન્શિયાના જોખમને દૂર કરી છે.


એન્ટી કેન્સર-
બીટમાં બીટાલેન્સ નામનો એન્ટીઓક્સીડેન્ટ શરીરના અસ્થિર કોષોને શોધીને તેનો નાશ કરે છે. ઘણા અભ્યાસમાં જોવા મળ્યું છે કે બીટના એન્ટીઓક્સીડેન્ટ એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી અને ન્યુટ્રિશનલ કન્ટેન્ટ કેન્સરની સારવારમાં અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.


લિવર અને પેટની સફાઈ-
બીટનો રસ આપણા લિવર અને પેટ માટે ક્લીનર અને ડિટોક્સિફાયરનું કામ કરે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ લિવરમાં રહેલા ટોક્સિનને બહાર કરીને તેના ફંક્શનમાં સુધારો કરે છે. તે કબજિયાતમાં રાહત આપીને આપણા પાચનમાં સુધારો કરે છે.


Stock Market ને કોરોનાનું ગ્રહણ: એક જ દિવસમાં 1 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવતા સેન્સેક્સ ડાઉન


એક્સરસાઈઝ સ્ટેમિના-
બીટ શરીરમાં લોહીનો પ્રવાહ અને ઓક્સીજનનું પ્રમાણ વધારે છે. બીટનો જ્યુસ પીવાથી વ્યક્તિ વધુ સક્રિય અને ઉર્જાનો અહેસાસ કરે છે. આ જ કારણે બીટના જ્યુસને એક પૂર્વ વર્કઆઉટ ડ્રિન્ક પણ માનવામાં આવે છે. જે સ્નાયુઓ પરના દબાણ પહેલા ઓક્સીજનના પ્રવાહમાં વધારો કરે છે.


હેલ્થી વેટ-
બીટ ન્યુટ્રીશનથી ભરેલું છે અને તેમાં કોઈ કેલરી હોતી નથી. તેથી તે વ્યક્તિને બોડી વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શરીરમાં વધારે પ્રમાણમાં કેલરી ન હોવાને કારણે વ્યક્તિનું વજન આપમેળે સંતુલિત થાય છે.


ગ્લોઈંગ સ્કિન-
બીટમાં હાજર વિટામિન-સી અને વિટામિન-બી જેવા તત્વો સ્કિનની સમસ્યાઓ તેમજ એજિંગની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. બીટ કુદરતી રીતે રક્ત શુદ્ધિકરણનું કાર્ય કરે છે, જે ખીલ અને મસાને દૂર કરે છે અને તંદુરસ્ત અને ચમકતી સ્કિન આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube