Bluetooth નું નામ આખરે બ્લૂ પરથી જ કેમ પડ્યું, બ્લેક-રેડ કે ગ્રીન પરથી કેમ નહીં?

જો બ્લૂટૂથ નામનો ગુજરાતી અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે ભૂરા દાંત. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. પરંતુ શું તમે જાણો છો આ નામની શું કહાની છે?

Bluetooth નું નામ આખરે બ્લૂ પરથી જ કેમ પડ્યું, બ્લેક-રેડ કે ગ્રીન પરથી કેમ નહીં?

ઝી મીડિયા બ્યુરો: તમે તમારા ફોનમાં એક ઓપ્શન જોયું હશે જેનું નામ છે Bluetooth. Bluetooth એક એવી ટેકનોલોજી છે જેના દ્વારા તમે કોઈપણ વાયર વિના એક નક્કી અંતર સુધીના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જેવા કે ફોન, કમ્પ્યૂટર વગેરેને એકબીજાની સાથે કનેક્ટર કરી શકો છો. Bluetoothના માધ્યમથી તમે એક બીજા ડિવાઈસમાં ડેટા મોકલી શકો છો. તમે પણ તેનો અનેક વાર ઉપયોગ કર્યો હશો. પરંતુ શું તમે ક્યારેય તેના નામ વિશે વિચાર્યું છે કે આખરે આ Bluetooth નામ ક્યાંથી આવ્યું.

જો બ્લૂટૂથ નામનો ગુજરાતી અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે ભૂરા દાંત. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. પરંતુ શું તમે જાણો છો આ નામની શું કહાની છે? એવામાં આજે અમે તમને એ બતાવવાનો પ્રયાસ કરીશું કે તેના નામની પાછળ કોઈ ભૂરા દાંતની કહાની છે કે નહીં. સાથે જ તમને ખબર પડી જશે કે આખરે તેનું નામ Bluetooth કેવી રીતે પડ્યું અને તેને Bluetooth જ કેમ કહેવામાં આવે છે.

રાજાના નામથી આવ્યું નામ:
આ વાત જાણીને તમને આશ્વર્ય થશે કે Bluetoothનું નામ કોઈ ટેકનોલોજી સાથે જોડાયેલ કામના કારણે નહીં પરંતુ એક રાજાના નામ પર છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Bluetoothના નામની પાછળ ભૂરો દાંત પણ જોડાયેલો છે. Bluetoothની વેબસાઈટ પર તેનો ઉલ્લેખ છે કે Bluetoothનું નામ મધ્યયુગીન સ્કેન્ડિનેવિયાઈ રાજાના નામ પરથી પડ્યું છે. તે રાજાનું નામ હતું Harald Gormsson. જણાવી દઈએ કે ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન દેશના રાજાઓેને સ્કેન્ડિનેવિયાઈ રાજા કહેવામાં આવતા હતા.

શું છે Bluetoothનો અર્થ:
અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે તેનું નામ blátǫnn  હતું અને આ ડેનમાર્કનો ભાષાનો શબ્દ છે. તેનો અંગ્રેજીમાં અર્થ Bluetooth થાય છે. હવે કહાની એ છે કે રાજાનું નામ blátǫnn કેમ પડ્યું હતું. જેનો અર્થ છે Bluetooth એટલે ભૂરા દાંત. ઈકોનોમિક્સ ટાઈમ્સ સહિત અનેક વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે રાજાનું નામ Bluetooth એટલા માટે પાડવામાં આવ્યું હતું. કેમ કે તેમનો એક દાંત ભૂરા રંગનો દેખાતો હતો. જે એક રીતે ડેડ દાંત હતો. એવામાં આ રાજાના ભૂરા દાંતથી બ્યૂટૂથનું નામ Bluetooth પડ્યું.

Bluetoothની બીજી કઈ કહાની છે:
જોકે અનેક રિપોર્ટ્સમાં દાંતવાળી કહાનીની અલગ કહાની પણ દર્શાવવામાં આવી છે. પરંતુ આ વાત નક્કી છે કે Bluetoothનું નામ રાજા Harald Gormssonના નામ પરથી જ પડ્યું હતું. હવે સવાલ એ છે કે Bluetoothના માલિકે તે રાજાના નામ પરથી જ આ ટેકનોલોજીનું નામ કેમ રાખ્યું?. એવામાં કહેવામાં આવે છે કે Bluetoothના માલિક Jaap Heartsen, Ericsson કંપનીમાં Radio Systemનું કામ કરતા હતા. Ericssonની સાથે નોકિયા, ઈન્ટેલ જેવી કંપનીઓ પણ તેના પર કામ કરી રહી હતી. આવી જ અનેક કંપનીઓએ સાથે મળીને એક સંગઠનની રચના કરી હતી જેનું નામ SIG (Speacial Interest Group) હતું.

આ ગ્રૂપની મીટિંગ દરમિયાન આ નામ સામે આવ્યું હતું. જ્યારે ઈન્ટેલના માલિક Jim Kardcachએ રાજા વિશે જણાવ્યું અને તેના પછી આ કહાનીમાંથી બ્લૂટૂથનું નામ નીકળ્યું. જોકે ઈન્ટરનેટ પર અનેક લોકો તેને જોડીને અન્ય કહાનીઓ પણ બતાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news