ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈલાયચી ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ, ટીબી, પેશાબમાં થતી બળતરાથી રાહત, ઉલટી, પિત્ત, રક્ત રોગ, હ્રદય રોગ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. ઈલાયચીને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. પણ રાત્રે તેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.આજે અમે તમને ઈલાયચી ખાવાથી થનારા ફાયદા વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Celebrity Pregnancy બની ગયો છે મોટો Business, જાણો કેવી રીતે થાય છે પ્રમોશનનો તગડો કરોબાર


1. જે લોકોને ખીલ વગેરેની સમસ્યા રહે છે તો રોજ રાત્રે ઈલાયચીનું સેવન કરવું જોઈએ. સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ઈલાયચી ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે.


2. કેટલાક લોકોને હંમેશા પેટ સંબંધિત પ્રોબ્લેમ રહે છે. પેટ ઠીક ન રહેવાને કારણે વાળ ખરવા માંડે છે. આ બંને સમસ્યાઓથી બચવા માટે સવારે ખાલી પેટ 1 ઈલાયચી પાણી સાથે ખાઓ. થોડા દિવસ સતત ખાવાથી ફરક જોવા મળશે.


3. કેટલાક લોકોને ઘણુ કામ કર્યા પછી પણ રાત્રે ઉંઘ નથી આવત. સૂતા પહેલા લોકો દવાઓની મદદ લે છે. જેનો શરીર પર ખોટો પ્રભાવ પડે છે. નેચરલ રીતે ઉંઘ લાવવા માટે રોજ રાત્રે સૂતા પહેલા ઈલાયચીને ગરમ પાણી સાથે ખાઓ, તેનાથી ઉંઘ આવશે અને નસકોરાની સમસ્યા પણ દૂર થશે.


4. ગેસ, એસીડીટી, કબજિયાત, પેટમાં મરોડની સમસ્યાને ઈલાયચીથી દૂર કરી શકાય છે. આ સાથે જ ઈલાયચી હેડકીથી પણ રાહત આપે છે.


5. ઈલાયચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. તેને ખાવાથી ગળામાં થનારી ખરાશ દૂર થાય છે અને અવાજ સુધરી જાય છે.


6. ગર્ભવતી સ્ત્રીઓને જો ચક્કર આવવાની સમસ્યા રહે તો ઈલાયચીના કાઢામાં ગોળ મિક્સ કરીને સવાર અને સાંજ પીવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થઈ જશે.


7. શિયાળાની ઋતુમાં હોઠ ફાટવાની સમસ્યા સામાન્ય છે, તો ઈલાયચીને વાટીને માખ્ણ સાથે મિક્સ કરીને દિવસમાં બે વાર લગાવો તમને 7 દિવસમાં જ ફરક દેખાશે.


8. ઈલાયચી ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.


9. ઈલાયચીમા પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા અન્ય ખનિજ પદાર્થ જોવા મળે છે. જે લોહીને સાફ કરીને બીપીને નોર્મલ રાખે છે.


10. ઈલાયચી ફેફસાના રક્તસંચારની ગતિ ઠીક રાખે છે.આ ઉપરાંત અસ્થમા ખાંસી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત પહોંચાડે છે. ઈલાયચી કફને બહાર કાઢીને છાતીની જકડનને ઓછી કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube