નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં ડાયાબિટીસ  (Diabetes) ની બીમારી ખુબ ઝડપથી વધી રહી છે. હકીકતમાં ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને 'Slow poison' ના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે ધીમે-ધીમે દર્દીઓના શરીર પર ખરાબ અસર કરે છે, જેનાથી શરીરના બીજા અંગ પણ તેની ઝપેટમાં આવી કામ કરવાનું બંધ કરી દે છે. તેથી જરૂરી છે કે સુગરના દર્દી પોતાના ડાઇટનું ધ્યાન રાખે. કારણ કે ડાયટ દ્વારા સુગર કંટ્રોલ કરી શકાય છે. આ સાથે ભોજન બાદ આ એક કામ કરવાથી વધતા બ્લડ સુગર પર લગામ લાગી શકે છે. જાણો શું છે તે કામ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોજન કર્યા બાદ ચાલવાનું રાખો
એક નવા અભ્યાસ પ્રમાણે ભોજન કર્યા બાદ માત્ર 10થી 15 મિનિટ ચાલવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ખાસ કરીને જે લોકો પ્રી ડાયાબિટીક છે અને તે ભોજન કર્યા બાદ વોક કરે છે તો તેનાથી ડાયાબિટીસનો ખતરો ટળી જશે. આયર્લેન્ડ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસ દર્દીઓએ આ વોક જમવાના એક કલાકથી દોઢ કલાક વચ્ચે કરી લેવી જોઈએ. કારણ કે ભોજન કર્યા બાદ બ્લડ સુગર લેવલ હાઈ હોય છે. તેવામાં થોડી મિનિટોની વોકથી તે ઘટીને નોર્મલ થઈ જાય છે. 


આ પણ વાંચોઃ બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે આ રસી, વિનામૂલ્યે લાખો બાળકોનું કરાશે રસીકરણ


વધુ સારા આહાર અને કસરત દ્વારા ડાયાબિટીસ નિયંત્રણમાં આવશે
ડોક્ટરોએ ડાયાબિટીસને કાબૂમાં રાખવા અને તેનાથી છૂટકારો મેળવવા માટે નવી રીત શોધી છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે જો ડાયાબિટીસના દર્દીઓના ભોજનમાં 20% પ્રોટીન, 50-56% કોર્બોહાઇડ્રેટ અને 30 ટકાથી ઓછા ફેટ સામેલ હોય તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે. જીવનશૈલીમાં ફેરફાર સિવાય ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઘટાડી અને પ્રોટીનની માત્રા વધારી લગામ લગાવી શકાય છે. 


ડાયટની સાથે ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત રૂપથી એક્સરસાઇઝ અને યોગા કરવા જોઈએ. યોગ કે કસરત કરવાથી માત્ર ડાયાબિટીસ કંટ્રોલ થતી નથી પરંતુ ઘણી મુશ્કેલીમાં આરામ મળે છે. કસરત કરવાથી બ્લડ સુગરની માત્રા ઘટે છે અને ઈંસુલિન વધે છે. તમે તમારી કસરતમાં ઝડપી ચાલવું, સ્વિમિંગ, સીડી ચડવું અને નૃત્ય જેવી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકો છો.