Cancer Patient Care: જ્યારે દિવાળીની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે કેન્સરના દર્દીઓએ સમયસર તેમની દવા લેવી જોઈએ, ઘરે પણ માસ્ક પહેરવું જોઈએ અને જો ફટાકડાનો અવાજ વધુ હોય તો ઈયરપ્લગ પહેરવાનું વિચારી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે દિવાળી એ પ્રકાશનો તહેવાર છે અને આનંદ અને ઉલ્લાસ ફેલાવે છે, ત્યારે વાયુ અને ધ્વનિ પ્રદૂષણના ઊંચા સ્તર કેન્સરના દર્દીઓ સહિત કેટલાક લોકો માટે મુશ્કેલીરૂપ બની શકે છે. દિવાળીનો સમય આપણા હૃદયને ઘણી ખુશીઓથી ભરી દે છે, પરંતુ આપણા પરિવારમાં અથવા મિત્રોમાં રહેલા કેન્સરના દર્દીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની ખાતરી કરવી જોઈએ.


દિવાળીના વ્યસ્ત અઠવાડિયે બધાજ લોકો ની ખાવાની અને આરામ કરવાની દિનચર્યા માં ઘણો ફેરફાર જોવો મળતો હોય છે. જો કે, કેન્સરના દર્દીઓ માટે આરોગ્યપ્રદ અને સમયસર ભોજન લેવું અને આરોગ્યની કોઈપણ તકલીફ ટાળવા માટે તેમની દવાઓ સમયસર લેવી મહત્વપૂર્ણ છે. બિનઆરોગ્યપ્રદ પ્રોસેસ્ડ નાસ્તા અને મીઠાઈઓ ખાવાની વાત આવે ત્યારે પણ કાળજી લેવી જોઈએ.


નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના સર્જીકલ ઓન્કોલોજી કન્સલ્ટન્ટ ડો. મનીષ સદ્યવાની એ જણાવ્યું કે "કેન્સરના દર્દીઓએ નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલી તંદુરસ્ત આહારની આદતોનું પાલન કરવું જોઈએ. મીઠાઈઓ, નમકીન માં ખુબજ ધ્યાન રાખવું જોઈએ. આહારમાં તમામ જરૂરી પોષક તત્વોનો સમાવેશ કરો. જંક, તેલયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાકને ના કહો. દિવસભર ઊર્જાવાન રહેવા માટે વધારે  પાણી પીવો."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube