Coffee: ભારતમાં ચા પીવાનો ક્રેઝ છે. પરંતુ દુનિયાભરમાં લોકો કોફી પીવાનો વધારે પસંદ કરે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ચા પીવાથી આળસ અને સુસ્તી દૂર ભાગે છે અને મૂડ ફ્રેશ થઈ જાય છે. તેના કારણે કેટલાક લોકો દિવસ દરમિયાન ત્રણથી ચાર કપ ચા પી લેતા હોય છે. પરંતુ હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો ચા કરતા કોફી વધારે ફાયદાકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 3 પ્રકારની દાળ ખાવાથી શરીરમાં ઝડપથી વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો બંધ કરી દેજો


ભારતીય ઘરોમાં ચા દૂધ અને ખાંડ સાથે બનાવવામાં આવે છે. આ રીતે બનેલી ચા ના ત્રણ કપ પીવાથી સ્થૂળતા, ખીલ, ડાયજેશન પ્રોબ્લેમ, એન્ઝાઈટી, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ સહિતની બીમારીઓ થવાનું જોખમ વધારે છે. તેનાથી વિરુદ્ધ જો તમે કોફી પીવાનું રાખો છો તો નુકસાનને બદલે ફાયદા થવા લાગે છે. 


આ પણ વાંચો: Headache: દવા લીધા વિના મટી જશે માથાનો દુખાવો, આ 3 માંથી કોઈ 1 તેલથી કપાળે કરો માલિશ


કોફીથી થતા ફાયદા


1. કોફીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં કેન્સરની કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે. એક રિસર્ચ અનુસાર લીવર કેન્સર અને કોલોન કેન્સરના જોખમને ઘટાડવામાં કોફી મદદ કરી શકે છે..


2. કોફી પીવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટે છે. કારણ કે તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે અને બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં રાખે છે. 


આ પણ વાંચો: Honey: મધ સાથે ભુલથી પણ ન આવી આ 5 વસ્તુઓ, ખાવાથી શરીરમાં એસિડ ફેલાવા લાગે છે


3. ફેટી લીવરમાં કોફી પીવાથી સોજા સહિતના લક્ષણ ઘટે છે. હેપેટાઇટિસના દર્દીને દૂધ વિનાની કોફી પીવાની સલાહ આપવામાં આવે છે. 


4. અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે નિયમિત રીતે કોફી પીવાથી હાર્ટ ડિસીઝનું જોખમ ઘટે છે. પરંતુ જરૂરી છે કે તમે ફિલ્ટર કોફી જ પીવો. અનફિલ્ટર અને એક્સપ્રેસો જેવી કોફી કોલેસ્ટ્રોલ વધારે પણ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)