Headache: દવા લીધા વિના મટી જશે માથાનો દુખાવો, આ 3 માંથી કોઈ 1 તેલથી કપાળે કરો માલિશ


Headache: આજના સમયમાં માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે. અપુરતી ઊંઘ, દોડધામ, સ્ટ્રેસ અને અન્ય કારણોને લીધે માથામાં દુખાવો રહે છે. માથાનો દુખાવો મટાડવો હોય તો આ કામ તમે પેનકિલર વિના પણ કરી શકો છો. 3 એવા તેલ છે જેના વડે માલિશ કરવાથી માથાનો દુખાવો મટી જાય છે.

Headache: દવા લીધા વિના મટી જશે માથાનો દુખાવો, આ 3 માંથી કોઈ 1 તેલથી કપાળે કરો માલિશ

Headache: લેપટોપ અને મોબાઈલનો કલાકો સુધી ઉપયોગ કરવો, અપૂરતી ઊંઘ, દોડધામ, તણાવ સહિતના કારણોને લીધે માથાનો દુખાવો થાય તે સામાન્ય વાત છે. જો વારંવાર માથું દુખતું હોય તો તેને મટાડવા માટે પેનકિલર ખાવી યોગ્ય નથી. જોકે તેમ છતાં મોટા ભાગના લોકો પેઈન કિલર ખાઈ લેતા હોય છે. પરંતુ જો વધારે પ્રમાણમાં પેનકિલર ખાવામાં આવે તો તેનાથી આડઅસર પણ થાય છે. જો તમારી લાઈફસ્ટાઈલ એવી હોય કે જેમાં તમને વારંવાર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો પેન કિલર ખાવાને બદલે ત્રણ તેલથી માલિશ કરવાનું શરૂ કરો. 

દવા લેવાના બદલે જો તમે આ ઘરેલુ ઉપાયની મદદ લેશો તો માથાના દુખાવાથી આરામ મળી જશે. આજે તમને 3 એવા તેલ વિશે જણાવીએ જેનાથી માલિશ કરવાથી માથાનો દુખાવો તુરંત મટે છે. તમે કોઈપણ એક તેલનો ઉપયોગ કરી શકો છો. 

માથાનો દુખાવો મટાડતા તેલ 

ફુદીનાનું તેલ 

હેલ્થ એક્સપર્ટ અનુસાર ફુદીનાના તેલમાં એવા તત્વ હોય છે જે સ્નાયુને રિલેક્સ કરવાનું કામ કરે છે. ફુદીનાના તેલના મેન્થોલ ગુણ માથાના દુખાવાથી રાહત આપે છે. માથાનો દુખાવો થાય તો ફુદીનાના તેલથી માલિશ કરવી જોઈએ તેનાથી ફાયદો થાય છે. 

લેવેન્ડર ઓઇલ 

આ તેલ સોજો અને દુખાવો બંને દૂર કરે છે. માથાના દુખાવાથી છુટકારો મેળવવો હોય અથવા તો જે લોકોને માઈગ્રેન હોય તેમને પણ આ તેલ ફાયદો કરે છે. આ તેલ વડે માથામાં માલિશ કરવાથી થોડી જ વારમાં માથાનો દુખાવો મટી જાય છે. 

કેમૌમાઈન તેલ 

ચિંતા, એન્ઝાઈટી, અનિંદ્રાના કારણે જો માથામાં તીવ્ર દુખાવો થતો હોય તો સ્નાયુને રિલેક્સ કરવા માટે કેમૌમાઈન તેલનો ઉપયોગ કરવો. તેનો ઉપયોગ કરવાથી માથાના દુખાવાથી તુરંત આરામ મળી જશે. 

કેવી રીતે કરવી માલિસ ?

ઉપર જણાવેલા 3 તેલ માથાના દુખાવાને તુરંત મટાડે છે. પરંતુ આ તેલને ડાયરેક્ટ ત્વચા પર લગાડીને માલિશ કરી શકાય નહીં. કપાળ પર લગાડતા પહેલા તેને હૂંફાળા પાણીમાં મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણને કપાળ પર લગાડીને માલિશ કરો. તમે ઉકળતા પાણીમાં આ તેલના થોડા ટીપા ઉમેરીને સ્ટીમ પણ લઈ શકો છો તેનાથી પણ માથાનો દુખાવો મટશે..

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news