Yellow Teeth Home Remedies: જો આપણે દાંતને બરાબર રીતે સાફ કરવામાં ન આવે તો દાંતને પીળા પડતા વાર નથી લાગતી. આ કારણે દાંતમાં સડો થવા લાગે છે અને બહાર નીકળતા પણ શરમ આવવા લાગે છે.  તમારી સાથે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અમે તમને 5 ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે. આ ટિપ્સને અનુસરીને તમે ઘરે બેઠા પીળા દાંતમાંથી મુક્તિ મેળવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીળા દાંતને સાફ કરવાની ટિપ્સ
નારિયેળનું તેલ

દાંતમાંથી પીળાપણું દૂર કરવા માટે તમે નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારિયેળના તેલના કોગળા કરો, આ ટ્રીકને ઓઈલ પુલિંગ કહેવામાં આવે છે. આમ કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી નીકળી જશે અને દાંતમાં પીળાપણુ નહીં આવે.


આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો


બેકિંગ સોડા
તમે દાંતને સાફ કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને નેચ્યુરલ ક્લિન્ઝર પણ કહેવામાં આવે છે. તેના ઉપયોગ માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ મિશ્રણને બ્રશ પર રાખીને દાંતને સાફ કરી લો. તમારા દાંત મોતીની જે ખીલી ઉઠશે અને પીળાપણુ ગાયબ થઈ જશે.


પાઈનેપલ
અનાનાસ દાંતની પીળાશ દૂર કરવામાં પણ અદ્ભુત ભૂમિકા ભજવે છે. તે કુદરતી ડાઘ રિમૂવર તરીકે કામ કરે છે, જે દાંત પર જમા થયેલી પીળાશ અને પ્લાકને દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે પાઈનેપલના કેટલાક ટુકડાને બ્લેન્ડરમાં નાંખો અને તેમાં થોડું પાણી ઉમેરીને પીસી લો. ત્યાર બાદ મિશ્રણને ગાળી લો અને તેનો રસ અલગ કરો. પછી તે રસમાં થોડી ખાંડ અને મીઠું ઉમેરો. આ પછી, આ મિશ્રણથી દાંત સાફ કરો. આ ઉપયોગથી દાંત ચમકવા લાગશે.


આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી


કેળાની છાલ
કેળાની છાલ પણ તમને દાંતનો કુદરતી રંગ પાછો મેળવવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે કેળાની છાલ લો અને તેની અંદરથી દાંત પર ઘસો. ત્યારબાદ, બ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને દાંત સાફ કરો. તમારા દાંતની પીળાશ ગાયબ થઈ જશે.


આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube