માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
Infinix: સસ્તો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો તો આવી ગયો છે ઈનફિનિક્સનો સ્માર્ટ 6 HD સ્માર્ટફોન. આ ફોનમાં મળશે શાનદાર એક્સચેંજ ઓફર.
Trending Photos
Budget Smartphone: જો તમે બજેટ સ્માર્ટફોન લેવાનું વિચારતા હોવ તો આ અહેવાલ તમારા માટે છે. કારણ કે સ્માર્ટફોન મેકર કંપની ઈનફિનિક્સ લાવી છે એક શાનદાર સસ્તો સ્માર્ટફોન. અમે વાત કરી રહ્યાં છીએ ઈનફિનિક્સ સ્માર્ટ 6 HDની. ગ્રાહકો આ ફોનને 5799ની કિંમતે ખરીદી શક્શે. ખાસ વાત એ છે કે એક્સચેન્જ ઑફર હેઠળ આ ફોન પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, અને ગ્રાહકો આ ઑફર દ્વારા 5,200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એટલે કે તમને ફોન માત્ર 599 રૂપિયામાં મળશે. જો કે, એ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એક્સચેંજ વેલ્યુ તમારા ફોન પર નિર્ભર રહેશે, અને જો તમારો જૂનો ફોન કંપનીના માપદંડોને અનુરૂપ હોય તો જ તમને સંપૂર્ણ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળશે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
જો તમે લકી સાબિત થાઓ અને તમને આ ડીલ મળે છે, તો તમને આટલી ઓછી કિંમતે 5000mAh બેટરીવાળો ફોન મળશે. આવો જાણીએ કેવી છે તેની તમામ વિશિષ્ટતાઓ...
ફોનમાં 6.6-ઈંચની TFT LCD ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 60 Hz અને રિઝોલ્યુશન 1600*720 છે. તેની સ્ક્રીનમાં 500 નિટ્સની પીક બ્રાઈટનેસ ઉપલબ્ધ છે. ફોન MediaTekના Helio A22 SoC પર ચાલે છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
કેમેરાની વાત કરીએ તો, તેની પાછળની બાજુએ સિંગલ કેમેરા સેટઅપ છે, જેમાં માત્ર એક સેન્સર અને એક LED ફ્લેશ છે, જે વધુ પ્રીમિયમ ટ્રિપલ-કેમેરા સેટઅપની જેમ દેખાવા માટે સ્ટાઈલ કરવામાં આવી છે. તેની પાછળનું સિંગલ સેન્સર 8-મેગાપિક્સલનું છે. ફોનના આગળના ભાગમાં સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોનમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ મળશે. જેને માઇક્રો SD સ્લોટ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. ફોન ડ્યુઅલ-સિમને સપોર્ટ કરે છે અને તેમાં 3.5mm હેડફોન જેક સાથે સિંગલ સ્પીકર છે. પાવર માટે, આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 5W ચાર્જિંગ સાથે આવે છે.
આ પણ વાંચો: Gold Price Today: લગ્ન સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જોરદાર વધારો, ચેક કરો ભાવ
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે