Health Tips: પથરીની સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે. જ્યારે કિડનીમાં પથરી હોય અને અચાનક તેનો દુખાવો ઉપડે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પથરીનો દુખાવો સહન ન કરી શકાય તેવો હોય છે. જે લોકોને પથરી હોય તેમણે ખાવા પીવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત કોઈ એવી વસ્તુ ખવાઈ જાય તો તેના કારણે પણ પથરીનો દુખાવો વધી શકે છે. પરંતુ આજે તમને કેટલાક એવા જ્યુસ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી કિડની પથરીની આ સમસ્યા દૂર થઈ શકે છે. આ ડ્રિંક્સ નું સેવન કરવામાં આવે તો તેનાથી પથરી તૂટીને પેશાબ માટે બહાર નીકળી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Diabetes ના દર્દી માટે વરદાન સમાન છે મગફળી, ખાવાથી બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં


Banana Side Effect: આ બીમારીઓ હોય તેણે ન ખાવા કેળા, ખાશો તો પહોંચી જશો હોસ્પિટલ


માથાનો દુખાવો 10 મિનિટમાં દુર કરશે આ દેશી ઈલાજ, દવા લેવાની આદત છુટી જશે કાયમ માટે


ટામેટાનું જ્યુસ


ટમેટાનું જ્યુસ કિડનીની પથરીને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેના માટે બે ટમેટાને સારી રીતે ધોઈ તેને પીસી લેવા. ત્યાર પછી તેમાં થોડું મીઠું અને મરી પાવડર ઉમેરીને તેનું સેવન કરવું.


લીંબુનો રસ


લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય તો લીંબુના રસ નું સેવન કરવું તમને ફાયદો કરી શકે છે. તેના માટે એક વાટકીમાં દહીં લેવું અને તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી તેનું સેવન કરવું.


તુલસીનો જ્યુસ


તુલસીનો જ્યુસ પણ પથરીની સમસ્યાને દૂર કરી શકે છે. તેના માટે તુલસીના પાનને સારી રીતે ધોઈ અને તેનો રસ કાઢી લેવો. તેમાં એક ચમચી મધ મિક્સ કરવું અને પછી આ મિશ્રણને સવારે અને સાંજે પીવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)