Diabetes ના દર્દી માટે વરદાન સમાન છે મગફળી, ખાવાથી બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં
Peanuts Health Benefits: જે રીતે બદામ ખાવાથી શરીરના ફાયદા થાય છે તે રીતે મગફળી ખાવાથી પણ ફાયદા થાય છે. મગફળીને પણ બદામની જેમ જ કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકાય છે. મગફળી નિયમિત રીતે ખાવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.
Trending Photos
Peanuts Health Benefits: મગફળીને ગરીબોની બદામ પણ કહેવાય છે. તેનું કારણ હોય છે કે તે બદામ કરતાં ખૂબ જ સસ્તી હોય છે અને બદામ જેટલા જ પોષક તત્વો ધરાવે છે. જે રીતે બદામ ખાવાથી શરીરના ફાયદા થાય છે તે રીતે મગફળી ખાવાથી પણ ફાયદા થાય છે. મગફળીને પણ બદામની જેમ જ કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકાય છે. મગફળી નિયમિત રીતે ખાવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.
ખાસ કરીને જો તમે પલાળેલી મગફળીનું સેવન કરો છો તો ઘણી ગંભીર બીમારીઓથી બચી જાઓ છો. મગફળીમાં એવા ઘણા તત્વ હોય છે જે મેટાબોલિઝમ વધારે છે અને સાથે જ શરીરને એનર્જી મળે છે. મગફળી ખાવાથી શરીરને વિટામીન ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળે છે જે શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
પલાડેલી મગફળી ખાવાથી થતા 5 ફાયદા
આ પણ વાંચો:
1. મગફળી ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. મગફળી એક લો ગ્લાઇસેમિક ફૂડ છે જેને ખાવાથી બ્લડ શુગર વધતું નથી. જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે દિવસમાં 28 મગફળી પણ ખાવ છો તો શરીરને રોજની જરૂરિયાતનું મેગ્નેશિયમ મળી જાય છે.
2. મગફળી ખાવાથી શરીરમાં ફાઇબર વધે છે. જે શરીરના સોજા મને ઉતારવામાં મદદ કરે છે અને ડાયજેશન પણ સુધારે છે.
3. મગફળી ખાવાથી પેટમાં કેન્સર વધવાનું જોખમ પણ ઓછું થાય છે.
4. મગફળી હાર્ટ માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર કંટ્રોલમાં રહે છે અને હૃદય રોગને રોકવામાં મદદ મળે છે.
5. એક રિસર્ચ અનુસાર નિયમિત રીતે મગફળી ખાવાથી કોઈપણ કારણથી મૃત્યુ થવાની સંભાવના ઘણી બધી ઘટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે