Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા, પેટની સમસ્યાઓ મટી ફટાફટ
Home Remedies: આપણા રસોડામાં અનેક મસાલા હોય છે. તેમાંથી કેટલાક મસાલા ઔષધી સમાન છે. આજે તમને એવા 3 મસાલા વિશે જણાવીએ જેને બસ શેકી લેવાથી પણ તે દવા બની જાય છે.
Home Remedies: ઘરના રસોડામાં મસાલા સૌથી વધારે મહત્વના હોય છે. રસોઈનો સ્વાદ કેવો બનશે તેનો આધાર મસાલા પર હોય છે. કોઈપણ મસાલો વધી કે ઘટી જાય તો રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. આ મસાલા શરીર માટે અમૂલ્ય ઔષધીઓ પણ હોય છે. આયુર્વેદમાં વરીયાળી, જીરું અને અજમાને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વસ્તુઓ પેટ સંબંધિત બીમારીઓનો રામબાણ ઇલાજ છે.
આ પણ વાંચો: Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે
વરીયાળી, જીરું અને અજમાને તવા પર ધીમા તાપે શેકી લેવાથી તેના ઔષધીય ગુણ વધી જાય છે. એટલે કે આ મસાલાને શેકીને ઉપયોગમાં લેશો તો તે દવાની જેમ કામ કરશે. આ મસાલાને શેકી લેવાથી તેની અંદરનો ભેજ દૂર થઈ જાય છે અને પાચક ગુણ પ્રભાવી રીતે કામ કરે છે. આ મસાલા પેટની સમસ્યાઓને ઠીક કરે છે અને ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: દિવસમાં એકવાર આ હર્બલ ટી પી લેવી, પેટ પર બનતા ચરબીના ટાયર ઝડપથી ઓગળવા લાગશે
વરીયાળી
આયુર્વેદમાં વરીયાળીને પાચન માટે અમૃત માનવામાં આવી છે. વરીયાળીમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ હોય છે જે પેટની બળતરા અને ગેસની સમસ્યાને દૂર કરે છે. શેકેલી વરીયાળી ખાવાથી પાચન ક્રિયા સુધરવા લાગે છે.
જીરું
જીરામાં થાઈમોલ નામનું તત્વ હોય છે જે પેટના એન્જાઈમને એક્ટિવ રાખે છે. તેનાથી ભોજન ઝડપથી પચે છે અને અપચાની સમસ્યા દૂર થાય છે. શેકેલું જીરું પેટના અલ્સર, એસીડીટી અને સોજાને પણ ઓછા કરે છે.
આ પણ વાંચો: Makar Sankranti 2025: પરફેક્ટ માપની સાથે મકરસંક્રાંતિ પર બનાવો 7 ધાનનો ખીચડો
અજમા
અજમામાં પણ થાઈમોલ કમ્પાઉન્ડ હોય છે. જે ગેસ, એસીડીટી જેવી સમસ્યાને દૂર કરે છે. તેનાથી પેટમાં આવતી ચૂક અને દુખાવો ઓછો થાય છે. શેકેલા અજમાને હૂંફાળા પાણી સાથે લેવાથી તુરંત આરામ થાય છે.
આ પણ વાંચો: જમીન પર વાળનો ઢગલો થઈ જાય છે ? આ 3 કામ કરવાનું બંધ કરી દો એટલે અટકી જશે ખરતા વાળ
કેવી રીતે કરવો ઉપયોગ ?
તવા પર વરિયાળી, જીરું અને અજમાને અલગ અલગ શેકી લો. આ મસાલાને ઠંડા કરીને પાવડર બનાવી લો. દિવસમાં બે વખત એક ચમચી પાવડર ગરમ પાણી સાથે લઈ લો. આ મસાલો પીવાથી ગેસ અને એસિડિટીથી રાહત મળશે અને પાચનતંત્ર મજબૂત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)