આ 3 વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે હેલ્ધી, સાથે જ વધે છે સ્વાદ અને સુગંધ
Tips To Make Healthy Tea: આજે તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેને ચા માં ઉમેરવાથી ચાનો સ્વાદ અને સુગંધ તો વધે જ છે પરંતુ સાથે જ તે શરીરની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. આ વસ્તુઓમાં ચાનો ટેસ્ટ અને ગુણ વધારવાની ક્ષમતા છે.
Tips To Make Healthy Tea: મોટાભાગના ભારતીયોને ચાનો ચસકો હોય છે. એટલે કે દિવસની શરૂઆત થાય છે અને સાંજે પણ ચા વિના ચાલતું નથી. જોકે વધારે પ્રમાણમાં ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. પરંતુ ચાથી થતા નુકસાનને તમે અટકાવી અને ચાને હેલ્ધી બનાવી શકો છો. આજે તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેને ચા માં ઉમેરવાથી ચાનો સ્વાદ અને સુગંધ તો વધે જ છે પરંતુ સાથે જ તે શરીરની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. આ વસ્તુઓમાં ચાનો ટેસ્ટ અને ગુણ વધારવાની ક્ષમતા છે. તો ચાલો તમને જણાવીએ કે તમે ચામાં કઈ વસ્તુઓ ઉમેરીને તેનો સ્વાદ અને સુગંધ વધારી તેને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બનાવી શકો છો.
આ પણ વાંચો:
New Born Baby ની આંખમાં કાજલ લગાવતા પહેલા જાણો તેનાથી થતા નુકસાન વિશે
સત્તૂ સાથે આ વસ્તુનું રોજ કરો સેવન, થોડા જ દિવસોમાં હાઈ કોલેસ્ટ્રોલથી મળશે મુક્તિ
ફળ કાપી તેના પર ખાંડ અથવા મીઠું ઉમેરી ખાવું જોખમી, સ્વાસ્થ્યને થાય છે નુકસાન
તજ
ચા બનાવતી વખતે તેમાં તજનો પાવડર ઉમેરી દેવાથી ચા ટોનિક બની જાય છે. આ ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન સુધરે છે, મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જોકે તજનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. એક વ્યક્તિએ એક દિવસમાં એક ઇંચ નો ટુકડો જ લેવો જોઈએ
આદુ
ચામાં આદુ ઉમેરીને પીવાથી પણ શરીરને લાભ થાય છે. આદુ ઉમેરવાથી ચા નો સ્વાદ તો વધે જ છે પરંતુ સાથે જ ગળાની તકલીફ શ્વાસની સમસ્યા માથામાં દુખાવો તેવી તકલીફોથી પણ રાહત મળે છે. બદલતા વાતાવરણમાં આદુવાળી ચા પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
એલચી
જો પાચન સંબંધિત સમસ્યા હોય અથવા તો એસિડિટી ની તકલીફ રહેતી હોય તો શામાં એલચી ઉમેરીને પીવી જોઈએ. એલચી નો સ્વાદ અને સુગંધ શરીર અને મનને શાંતિ આપે છે સાથે જ ચા નો સ્વાદ પણ વધી જાય છે.
ચા બનાવવાની રીત
જો તમે દૂધમાં પાણી ખાંડ અને ચા પત્તી ઉમેરીને તેને લાંબા સમય સુધી ઉકાળો છો તો ચા બનાવવાની આ ખોટી રીત છે. સૌથી પહેલા પાણીમાં એલચી કે તજ ઉમેરીને પાણીને ઉકળવા દેવું જોઈએ. પાણી ઉકળી જાય પછી તેમાં દૂધ ઉમેરવું જોઈએ. દૂધ પણ એકવાર ઉકળી જાય પછી તેમાં ખાંડ અને ચા પત્તી ઉમેરીને થોડીવારમાં તેને ગેસ પરથી ઉતારી લેવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)