Mental health: જ્યારે આપણા શરીરનું સંચાલન કરતું મગજ નબળું પડવા લાગે તો તે મોટી ચિંતા હોય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ તેને મગજ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે આ એક સામાન્ય વાત છે. પરંતુ મગજની સમસ્યાના લક્ષણ જો નાની ઉંમરમાં દેખાવા લાગે તો તે ચિંતાજનક સ્થિતિ કહી શકાય. અયોગ્ય આહારશૈલી અને ખરાબ થયેલી જીવનશૈલીનો પ્રભાવ મગજના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. પરંતુ મેન્ટલ હેલ્થ બાબતે લોકો ધ્યાન આપતા નથી અને તેની અવગણના કરે છે. મેન્ટલ હેલ્થ ખરાબ થાય ત્યારે શરૂઆતના સમયમાં તેના લક્ષણો શરીરમાં પણ જોવા મળે છે. જો શરીરમાં અને સ્વભાવમાં આ ચાર ફેરફાર જોવા મળે અને સમયસર તેનો ઈલાજ કરવામાં આવે તો મગજની ગંભીર બીમારીથી બચી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વસ્તુઓ ભૂલી જવી


જો તમે અચાનક કોઈ વસ્તુ કોઈ જગ્યાએ રાખીને ભૂલી જાઓ અથવા તો કોઈ વાત ભૂલી જાવ છો તો તે મગજની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. એક કે બે વખત આવું થાય તો તે સામાન્ય છે પરંતુ વારંવાર તમે કોઈ રાખેલી વસ્તુને ભૂલી જાવ છો તો તેની અવગણના કરવી નહીં નાની ઉંમરમાં વસ્તુઓ ભૂલી જવી સારું નથી.


પૈસા ગણવામાં સમસ્યા


જો તમને પૈસા ગણતી વખતે વારંવાર ભૂલ પડે છે અને તમારે વારંવાર તેની ગણતરી કરવી પડે છે તો આ લક્ષણ પણ બરાબર નથી. જે વ્યક્તિને પૈસા ગણવામાં વારંવાર સમસ્યા થતી હોય તેમણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આ સમસ્યાને નોર્મલ સમસ્યા સમજીને તેની અવગણના ન કરવી. 


મૂડ સ્વિંગ


સ્ટ્રેસ, કામનો ભાર સહિતના કારણોને લીધે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. પરંતુ જો તમારો મૂડ સતત ખરાબ રહેતો હોય અથવા તો મૂડ સ્વિંગ વધારે થતા હોય તો તે મેન્ટલ હેલ્થ ખરાબ હોવાનું લક્ષણ હોઈ શકે છે. પરિસ્થિતિ એવી સર્જાય ત્યારે મૂડ ખરાબ થાય તે વાત અલગ છે પરંતુ કેટલાક લોકોનો મૂડ ગણતરીની સેકન્ડમાં બદલી જાય છે આ સમસ્યા માનસિક સમસ્યા હોઈ શકે છે.


વ્યવહાર સંબંધિત સમસ્યા


કેટલાક લોકો એવા હોય છે જેમના વ્યવહારમાં અચાનક જ પરિવર્તન આવી જાય છે આવી સ્થિતિ પણ મેન્ટલ હેલ્થ ખરાબ હોવાનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પણ લોકોએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)