Men`s Health: શરીરમાં ઘોડા જેવી તાકાત આપશે આ 5 ફૂડ્સ, આ બિમારીઓ રહેશે કાયમી દૂર
Health: આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોને કમજોરી અને થાકનો સામનો કરવો પડે છે. તેવામાં પુરુષોએ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કયા કયા ફૂડ્સ પુરુષોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
Health: હાલમાં જીવનનું ધોરણ બદલાઈ ગયું છે. આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોને કમજોરી અને થાકનો સામનો કરવો પડે છે. તેવામાં પુરુષોએ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કયા કયા ફૂડ્સ પુરુષોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આપણા સમાજમાં પુરુષોને અનેક જવાબદારીઓ ઉઠાવી પડે છે. અને ભાગદોડવાળી લાઈફમાં તેઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન નથી રાખી શકતા. ઓફિસ અને પરિવારનું ધ્યાન રાખતા રાખતા ઘણી બિમારીઓ અને સમસ્યાઓનો શિકાર બને છે.
મિલ્ક પ્રોડક્ટઃ
દૂધમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, તેથી જ તેને કમ્પલીટ ફૂડનો દરજ્જો આપવામાં આવે છે. દૂધ અને તેની બનાવટો પુરુષના શરીરને મજબૂત બનાવે છે. આ સાથે દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.
ફૈટી ફિશઃ
આજકાલ ઘણા પુરુષો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે. તેનાથી બચવા માટે તમારે તમારા નિયમિત આહારમાં ચરબીયુક્ત માછલીનો સમાવેશ કરવો જોઈએ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી 'ઘાતક' આગાહી; ગુજરાતમાં જૂન સુધી કમોસમી વરસાદ પડશે
આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
જૂનિયર ક્લર્કની પરીક્ષામા થશે આ નવતર પ્રયોગ, હસમુખ પટેલનુ ZEE 24 કલાક પર મોટું નિવદન
ડ્રાય ફ્રૂટ્સઃ
ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન, ફાઈબર સહિતની હેલ્દી હોય છે, જે શરીરને મજબૂત બનાવવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. તમે તમારા રોજિંદા આહારમાં બદામ, અખરોટ, પિસ્તા અને કાજુ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.
ઈંડાઃ
ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી જ મોટાભાગના ડાયટિશિયન તેને નાસ્તામાં ખાવાની સલાહ આપે છે. આ સુપરફૂડમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અને લ્યુટીન મળી આવે છે જે પુરુષોના શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ફળ અને શાકભાજીઃ
ફળો અને શાકભાજીને હેલ્દી ફૂડ આઈટમ્સની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને કેલરી પણ પૂરતી હોય છે. આ માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઘટાડે છે.
આ પણ વાંચો
IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
લાખોનું ઘર લો છો તો આ ના કરતા ભૂલ, કંઇ પણ થયું તો પસ્તાવાનો પાર નહીં રહે
30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિદેવ, આ 3 રાશિવાળા પર 2 વર્ષ સુધી પૈસાનો થશે વરસાદ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube