IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર

LSG vs SRH, Match Highlights: આઈપીએલ 2023ની 10મી મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. ટોસ જીતીને આ સીઝનમાં પહેલીવાર સનરાઈઝર્સની કેપ્ટનશીપ કરી રહેલા એડન માર્કરમે પહેલા બેટિંગનો નિર્ણય લીધો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 121 રન બનાવ્યા. જેના જવાબમાં લખનઉની ટીમે 122 રનના લક્ષ્યને 5 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં મેળવી લીધો. 

લખનઉની જીતમાં ચમક્યો ક્રુણાલ
લખનઉ સુપર જાયન્ટ્સની જીતમાં ક્રુણાલ પંડ્યાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું. તેણે પહેલા બોલિંગ કરતા 3 વિકેટ લીધી અને ત્યારબાદ બેટિંગ દરમિયાન 23 બોલમાં 34 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન કેએલ રાહુલે પણ 35 રનનું યોગદાન આપ્યું. 16મી ઓવરના છેલ્લા બોલે નિકોલસ પૂરને છગ્ગો મારીને ટીમને જીત અપાવી. 

હૈદરાબાદની બેટિંગ વિખેરાઈ
ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે પહેલા બેટિંગનો નિર્ણય લીધો. બેટિંગ કરતા ટીમ 121 રન જ કરી શકી. અનમોલપ્રીત સિંહ (31) અને રાહુલ ત્રિપાઠી (35)ને બાદ  કરતા કોઈ બેટર ટકી શક્યો નહીં. જો કે વોશિંગ્ટન સુંદર (16), અને અબ્દુલ સમદ (21)ની મદદથી ટીમે 122 રનનો ટાર્ગેટ આપ્યો. આ 4 ખેલાડીઓ સિવાય ટીમનો કોઈ પણ બેટર બેકી આંકડાને સ્પર્શી શક્યો નહીં. લખનઉ તરફથી ક્રુણાલ પંડ્યાએ સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી. આ સિવાય અમિત મિશ્રાએ પણ 2 વિકેટ લીધી જ્યારે યશ ઠાકુર અને રવિ બિશ્નોઈને 1-1 વિકેટ મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news