How To Reduce Bad Cholesterol: આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક કોલેસ્ટ્રોલ મીણ જેવો પ્રવાહી દ્રવ્ય હોય છે જે રક્તવાહિનીઓમાં ચિકાસ જાળવી રાખે છે જેથી રક્ત પ્રવાહ સારી રીતે થાય. પરંતુ જ્યારે તેનું પ્રમાણ વધવા લાગે તો તે બ્લડ સપ્લાયમાં બાધા ઉત્પન્ન કરે છે અને તેને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય છે. બેડકોલેસ્ટ્રોલ રક્તવાહિનોમાં જામી જાય છે જેના કારણે હૃદય સુધી રક્ત બરાબર રીતે પહોંચતું નથી અને તેના પરિણામે હાર્ટ અટેક, હાથ પગમાં દુખાવો, વધુ વજન જેવી તકલીફો થવા લાગે છે. આયુર્વેદમાં બેડ કોલેસ્ટ્રોલ ની સમસ્યાને દૂર કરવા માટે પાંચ ફળ નું વર્ણન કરવામાં આવ્યું છે. આયુર્વેદ અનુસાર આ પાંચ ફળ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ થી મુક્તિ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરતા ફળ


આ પણ વાંચો:


પેટની ગરમીથી પરેશાન રહો છો ? તો આ વસ્તુઓ ખાવાનું રાખો જોર, પેટને મળશે ઠંડક


Tea Side Effects: દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ચા પીવાથી વધે છે આ બીમારી થવાનું જોખમ


ચોમાસામાં સ્કીન પર થતા ફંગલ ઈન્ફેકશનથી તુરંત મુક્તિ અપાવશે આ ઘરેલુ ઉપાયો


એવોકાડો


એવોકાડોને દૈનિક આહારમાં લેવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. સ્વાસ્થ્યની નિષ્ણાંતો અનુસાર એવોકાડો નું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જાય છે.


સફરજન


સફરજન માં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ની માત્રા વધતી અટકાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે જામફળ પણ ખાઈ શકાય છે કારણ કે તેમાં ફાઇબરનું સારું એવું પ્રમાણ હોય છે.


કેળા


કેળા બારેમાસ મળતું ફળ છે તેમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. કેળા ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ બરફની જેમ ઓગળી જાય છે. કેળા ખાવાથી બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે.


આ પણ વાંચો:


જાણો કેટલા પ્રકારનું હોય છે મીઠું, કયુ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક


Health Tips: આ 4 શાક કાચા ખાવાની ન કરવી ભુલ, ખાશો તો પહોંચી જશો હોસ્પિટલના ખાટલે


સંતરા


સંતરા વિટામિન સી થી ભરપૂર હોય છે અને તે શરીરની ડોક્ટર પ્રતિકારક ક્ષમતા વધારે છે સાથે જ તે બ્લડ સપ્લાય ને યોગ્ય રીતે જાળવી રાખે છે. તેના કારણે હૃદયની સમસ્યાઓ પણ થતી નથી.


બેરીઝ


બેરીઝમાં એ તમામ ગુણ હોય છે જે વિવિધ બીમારીઓ સામે શરીરની રક્ષા કરે છે. બેરીઝમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફોમેટ્રિક ગુણ હોય છે જે શરીરને સ્વાસ્થ્ય લાભ કરે છે સાથે જ બેડ કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)