New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર, આટલી છે કિંમત

New Honda Amaze: લુક અને ડિઝાઈનના મામલામાં આ કારમાં ઘણા ફરફાર જોવા મળી રહ્યા છે. કંપનીએ દાવો ક્યો છે કે, આ ભારતીય બજારમાં સૌથી સસ્તી કાર છે જેને ADAS ફીચર સાથે લોન્ચ કરવામાં આવી રહી છે.

New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર, આટલી છે કિંમત

New Honda Amaze: કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં આજથી એક નવી પ્રતિસ્પર્ધા શરૂ થઈ રહી છે. જાપાની કાર નિર્માતા કંપનીએ તેની પ્રખ્યાત સેડાન કાર Honda Amazeનું નવું થર્ડ જનરેશન મોડલ સત્તાવાર રીતે ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આકર્ષક લુક અને એડવાન્સ ફીચરથી સજ્જ આ સેડાન કારની શરૂઆતની કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ કારમાં કંપનીએ એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવા ફીચર્સને સામેલ કર્યા છે.

કેવી છે નવી Honda Amaze
લુક અને ડિઝાઈનના મામલે આ કારમાં ઘણા બધા બદલાવ જોવા મળી રહ્યા છે. આ સિવાય કંપનીએ કારના ડાયમેન્શનમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. કંપનીનો દાવો છે કે આ કાર પાછલા જનરેશન મોડલની તુલનામાં થોડી વધુ પહોળી થઈ ગઈ છે. આ સિવાય કારમાં વધુ સારા હેડ-રૂમ અને લેગ-રૂમનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં ટોપ ક્લોસ 416 લિટરની બૂટ સ્પેસ મળે છે જે આ સેગમેન્ટની અન્ય કોઈ કારમાં ઉપલબ્ધ નથી.

Add Zee News as a Preferred Source

પાવર અને પરફોર્મસ
નવી Honda Amazeમાં કંપનીએ 1.2 લિટર ક્ષમતાનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 90Psનો પાવર અને 110 Nm (ન્યૂટન મીટર)નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર E20 ઇંધણ પર ચાલશે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સિવાય તેને કન્ટીન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન (CVT) ઓટોમેટિક ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવી છે.

માઈલેજ કેટલી આપે છે?
કંપની દાવો કરે છે કે, નવી Honda Amazeનું મેન્યુઅલ વેરિઅન્ટ 18.65 km/litre અને ઓટોમેટિક વેરિયન્ટ 19.46 km/litre સુધીની માઈલેજ આપવા સક્ષમ છે. આ કારના સસ્પેન્શન, સ્ટિયરિંગ વ્હીલ અને બ્રેકિંગ સિસ્ટમના સેટિંગ અને ટ્યુનિંગમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જે કારના ડ્રાઇવિંગ અનુભવને સુધારવામાં મદદ કરે છે.

કારની કેબિન
Honda Amazeના ઈન્ટિરિયરને પણ મોટું અપડેટ મળ્યું છે. આ કારમાં ઉત્તમ 8-ઇંચ ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સામેલ કરવામાં આવ્યું છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટીની સુવિધા પણ મળી રહી છે. આ ઉપરાંત પાછળના મુસાફરોની સુવિધા માટે તેને પાછળનું એસી વેન્ટ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય કારની કેબિન થીમને યુઝરના હિસાબે કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

મળી રહી છે આ ફીચર્સ
ફીચર્સ તરીકે તેમાં વાયરલેસ ચાર્જર, 6 સ્પીકર પ્રીમિયમ સરાઉન્ડ સાઉન્ડ, એસી કૂલિંગ સાથે રિમોટ એન્જિન સ્ટાર્ટ, પેડલ શિફ્ટર્સ, ડ્રાઈવર ઓટો વિન્ડો બટન, બ્રાઈટ મેપ લેમ્પ, મેક્સ કૂલિંગ સાથે ફૂલી ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કંપનીએ કારમાં સ્ટોરેજ સ્પેસનું પણ સારું ધ્યાન રાખ્યું છે. બધા દરવાજા પર બોટલ હોલ્ડર્સ, પાછળની સીટ પર સેન્ટર આર્મરેસ્ટ સાથે કપ હોલ્ડર્સ અને અનેક યૂટિલિટી પોકેટ આપવામાં આવી રહ્યા છે.

સૌથી સસ્તી ADAS ફીચરવાળી કાર
Honda Amazeમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) આપવામાં આવી રહી છે. જે આ સેગમેન્ટમાં પ્રથમ વખત જોવા મળી રહી છે. એટલું જ નહીં, કંપનીનો દાવો છે કે ભારતીય બજારમાં આ સૌથી સસ્તી કાર છે જે ADAS ફીચર સાથે આપવામાં આવી રહી છે. આ ફીચર Amaze ZX ટ્રીમમાં આપવામાં આવી રહ્યું છે જેની શરૂઆતી કિંમત 9.69 લાખ રૂપિયા છે.

કંપનીનું કહેવું છે કે ADAS સ્યુટમાં ઓટો હેડલાઈટ ફંક્શન, લેન વોચ કેમેરા, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ આસિસ્ટ સહિત 28 સેફ્ટી ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. હોન્ડાએ આ કારને ઈન્ટ્રડક્ટ્રી પ્રાઈસ સાથે બજારમાં ઉતારી છે અને આ કિંમતો આજથી આગામી 45 દિવસ માટે માન્ય રહેશે. આ પછી કિંમતો વધી શકે છે. કારની ડિલિવરી જાન્યુઆરી 2025થી શરૂ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news