આ લક્ષણો જણાય તો સમજી લેવું શરીરમાં છે પાણીની ઊણપ, તબિયત ખરાબ થાય તે પહેલા ચેતી જાઓ
Dehydration Symptoms: ઉનાળાના દિવસોમાં જો પાણી ઓછું પીવામાં આવે તો ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય તે પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે ?
Dehydration Symptoms: શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે. પાણી વિના જીવન શક્ય નથી. વ્યક્તિ જેટલું પાણી વધારે પીએ તેટલો તેને લાભ થાય છે. પાણી ઓછું પીવાથી શરીરમાં ઘણા રોગ ઘર કરી જાય છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જો પાણી ઓછું પીવામાં આવે તો ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય તે પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે ? આ લક્ષણ જણાવે છે કે તમારા શરીરને પાણીની જરૂરિયાત છે. જો સમયસર તમે સાવધાની રાખો છો તો સ્વાસ્થ્ય ખરાબ થતું નથી.
આ પણ વાંચો:
બદલતાં વાતાવરણમાં શરીરમાં આવે નબળાઈ તો આ વાતોનું રાખવું ધ્યાન
આ સમયે કાકડી ખાવાથી બગડી શકે છે તબીયત, જાણો ક્યારે ખાવી હિતાવહ
Weight Gain Food: બોડી બિલ્ડર જેવું શરીર બનાવવું છે તો ખાવા ઘીમાં બોળેલા કેળા
સ્કીન થવા લાગે છે ડ્રાય
જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે ત્યારે સ્કીન ડ્રાય થવા લાગે છે. સાથે જ ત્વચા પર ખંજવાળ, રેસીશ જેવી સમસ્યા પણ થવા લાગે છે. આવી તકલીફ થાય ત્યારે સમજી લેવું કે તમારા શરીરમાં પાણી ઓછું છે.
યુરીનનો રંગ
જો યુરીનનો રંગ પારદર્શક હોય તો સમજી લેવું કે શરીરમાં પાણીની ઉણપ નથી. પરંતુ યુરિનનો રંગ પીળો અથવા તો ડાર્ક થવા લાગે તો સમજી લેવું કે તમારા શરીરમાં પાણી ઓછું છે અને તમારે વધારે પાણી પીવાની જરૂર છે.
મોઢામાંથી દુર્ગંધ આવવી
મોઢામાંથી દુર્ગંધ આવવી તે પણ શરીરમાં પાણીની ઉણપ નું લક્ષણ છે. શરીરમાં જ્યારે પાણીની ઉણપ હોય છે ત્યારે મોઢું અને ગળું ડ્રાય થવા લાગે છે જેના કારણે તમે શ્વાસ લો છો તો તેમાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાથી બચવું હોય તો ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )