બદલતાં વાતાવરણમાં શરીરમાં આવે નબળાઈ તો આ વાતોનું રાખવું ધ્યાન

Weak Immunity Symptoms: જો કોઈ કારણસર રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે તો કફ-શરદી, તાવ, માથાનો દુખાવો, શરીરમાં નબળાઈ, ઉલટી-ઝાડા જેવા રોગ વધી જાય છે. આવી સ્થિતિમાં આપણે જીવનશૈલી અને ખોરાકની આદતો બદલીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી પડે છે.

બદલતાં વાતાવરણમાં શરીરમાં આવે નબળાઈ તો આ વાતોનું રાખવું ધ્યાન

Weak Immunity Symptoms: આપણી આસપાસ અનેક સૂક્ષ્મ જીવો હોય છે જે ખોરાક, પાણી અને હવા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તે આપણા શરીરને નબળું બનાવે છે. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આ જંતુ અને બેક્ટેરિયાને વધતાં અટકાવે છે. જ્યારે પણ બેક્ટેરિયા અથવા વાયરસ આપણા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેના હુમલોને અટકાવે છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તો આ વાયરસ આપણને બીમાર કરે છે.

આ પણ વાંચો: 

નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો 

જો કોઈ કારણસર રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે તો કફ-શરદી, તાવ, માથાનો દુખાવો, શરીરમાં નબળાઈ, ઉલટી-ઝાડા જેવા રોગ વધી જાય છે. આવી સ્થિતિમાં આપણે જીવનશૈલી અને ખોરાકની આદતો બદલીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી પડે છે. જ્યારે  આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે ત્યારે આ સંકેતો જોવા મળે છે.

નબળી રોગ પ્રતિકારક શક્તિના લક્ષણો

1. જો તમારું પેટ વારંવાર ખરાબ થાય અથવા તમારી પાચન શક્તિ નબળી ગઈ છે તો આ સંકેત છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે.  

2. જો તમે દરેક વાતમાં સ્ટ્રેસ અનુભવો છો અથવા કોઈ વાત સાંભળીને પણ નર્વસ થઈ જાવ છો તો તે તમારી રોગપ્રતિકારક શક્તિની નબળાઈનું લક્ષણ છે.  

3.  વારંવાર શરદી, ઉધરસ કે તાવ એ પણ નબળી રોગપ્રતિકારક શક્તિની નિશાની છે.  કાનમાં દુખાવો અથવા કાનમાંથી સ્રાવ થવો પણ રોગપ્રતિકારક શક્તિની નબળાઈ સુચવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news