Summer Special Fruits: ગરમીની ઋતુ એટલે કે ઉનાળો શરૂ થાય એટલે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને જેમ જેમ તાપમાન વધે તેમ શરીરમાં પાણીની માત્રા ઓછી થવા લાગે છે. તેવામાં જો તમે બેદરકારી રાખો તો ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, નબળાઈ લાગવી, જાડા થઈ જવા જેવી તકલીફ પણ થઈ શકે છે. ઉનાળા દરમિયાન મસાલેદાર કે તળેલી વસ્તુઓ ખાવાથી પણ પાચનતંત્ર ખરાબ થાય છે સાથે જ ઇમ્યુનિટી પણ નબળી પડી જાય છે. આજના સમયમાં જ્યારે વાયરસનું જોખમ વધી રહ્યું છે ત્યારે ઉનાળામાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તાપમાનનો પારો વધે ત્યારે કેટલાક ફળ છે જેનું સેવન કરવાનું રાખવું જોઈએ. ગરમી વધે ત્યારે આ ફળનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થતી નથી અને સાથે જ શરીરમાં પાણીની ઉણપ પણ સર્જાતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ કારણથી પપૈયાને કહેવામાં આવે છે સુપરફુડ, એક નહીં અનેક સમસ્યાથી બચાવે છે પપૈયું


Heart Attack પહેલાં શરીર આપે છે આ સંકેતો, અવગણા કરશો તો મોતને ભેટશો


વારંવાર થતી હોય Acidity તો ન ખાવી આ વસ્તુઓ, તકલીફમાં કરશે બમણો વધારો


કાકડી અને પપૈયું


ઉનાળા દરમિયાન જ્યારે તાપમાન વધવા લાગે ત્યારે કાકડી અને પપૈયા જેવી વસ્તુઓ વધારે ખાવી જોઈએ. આ બંને વસ્તુમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને તેનો સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. પપૈયું અને કાકડી ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી શરીરનું પીએચ લેવલ પણ જળવાઈ રહે છે. 


નાળિયેર પાણી


નાળિયેર પાણી પણ શરીર માટે ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં ભરપૂર માત્રામાં ન્યુટ્રિશન હોય છે. તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. નાળિયેર પાણી શરીરને કુદરતી રીતે ડીટોક્ષ કરે છે.


શક્કરટેટી


શક્કરટેટી કેરીની જેમ ઉનાળા દરમિયાન મળતું ફળ છે. શક્કરટેટી નું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. ગરમીમાં તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. સાથે જ તે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાથી બચાવે છે અને પેટને ઠંડક આપે છે. 


કેળા


ગરમી વધે એટલે રોજ એક પાકેલું કેળું ખાવું જોઈએ. કેળાનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે કારણ કે તેમાં કેલ્શિયમ પોટેશિયમ ફાઇબર સહિતના પોષક તત્વો હોય છે જે પાચન સંબંધિત સમસ્યા દૂર કરે છે.