Garlic Side Effect: લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લસણ એવી વસ્તુ છે જે શરીરની મોટી મોટી બીમારીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. લસણ ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે. પરંતુ કેટલાક લોકો માટે લસણ નુકસાનકારક પણ હોય છે. કેટલીક એવી બીમારીઓ પણ હોય છે જેમાં લસણનું સેવન કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આજે તમને જણાવીએ કે કોણે કોણે લસણનું સેવન કરવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકોએ ન કરવું લસણનું સેવન


આ પણ વાંચો:


સવારે પેટ સાફ નથી આવતું ? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, સવારે પેટ થઈ જશે હળવું


વાયરલ ફ્લૂ અને કોવિડના લક્ષણોથી રાહત આપશે આ 6 દેશી ઉપાય


ઉનાળામાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું કેટલું યોગ્ય ? જાણો શું કહે છે આયુર્વેદ


ડાયાબિટીસ


ડાયાબિટીસના દર્દીઓએ લસણનું સેવન કરવાથી બચવું જોઈએ કારણકે વધારે પ્રમાણમાં લસણ હાનિકારક સાબિત થાય છે. લસણ ખાવાથી બ્લડ સુગર લેવલ ઓછું રહે છે જેના કારણે સમસ્યા પણ થઈ શકે છે.


લીવરની તકલીફ


જે લોકોને લીવર, આંતરડા કે પેટની સમસ્યા હોય તેમણે પણ લસણ ખાવું નહીં આવી સ્થિતિમાં લસણ ખાવાથી સમસ્યા વધી શકે છે. કારણ કે લીવરની બીમારીમાં જે દવાઓ આપવામાં આવે છે તે લસણમાં રહેલા કેટલાક તત્વો સાથે રિએક્ટ કરે તો સમસ્યા વધારી દે છે. 


જેનું થયું હોય ઓપરેશન


જે લોકોએ કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય તેમણે પણ લસણ ખાવાથી બચવું જોઈએ. આવું એટલા માટે કે લસણ એક નેચરલ બ્લડ થીનર છે. એટલે કે લસણ ખાવાથી રક્ત પાતળું થાય છે જે લોકોનું ઓપરેશન થયું હોય તેમના માટે આજ સ્થિતિ નુકસાનકારક સાબિત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)