Tips For Healthy Heart: હૃદયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે જો હૃદયનું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય તો શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને સાથે જ જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. એટલા માટે જ જરૂરી છે કે હાર્ટ બરાબર રીતે કામ કરતું રહે અને તેની હેલ્થ જળવાઈ રહે તે બાબતે ધ્યાન રાખવામાં આવે. હાર્ટના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે એક્સરસાઇઝ નિયમિત કરવી જોઈએ. તેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને તમે સ્વસ્થ રહો છો. સાથે જ જો તમારી લાઈફસ્ટાઈલ અનિયમિત હોય અને આહારશૈલી ખરાબ હોય તો તેમાં પણ સુધારો કરવો જોઈએ. કારણ કે આપણે જીવનશૈલી અને આહારની સૌથી વધુ અસર આપણા હાર્ટ ઉપર થાય છે. ત્યારે આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે તમારા હાર્ટને હેલ્થી રાખી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત


Protein Rich Vegetable: આ શાકભાજીમાં હોય છે ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન


Health Tips: સાત દિવસમાં વધી જશે Hemoglobin Level, બસ ફોલો કરો આ 5 ટીપ્સ


લીલા પાનવાળા શાકભાજી


હાર્ટને હેલ્ધી રાખવું હોય તો લીલા પાન વાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેના માટે તમે તમારા રોજના આહારમાં પાલક જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.


બેરીઝ


નિયમિત રીતે બેરીઝ ખાવાથી પણ હાર્ટની હેલ્થમાં સુધારો થાય છે. બેરિસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીનું જોખમ પણ ઘટી જાય છે. તેનાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 


અખરોટ


અખરોટમાં ફાઇબર મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી હૃદય રોગથી બચાવ કરવામાં મદદ મળે છે. રોજ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે 


ટમેટા


ટમેટા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે હૃદયમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને અટકાવે છે. જો તમે તમારા હાર્ટ ને હેલ્ધી રાખવા ઈચ્છો છો તો રોજ ટમેટાનું સેવન કરવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)