Protein Rich Vegetable: પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. જો શરીરમાં પ્રોટીનની ખામી હોય તો ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. દૈનિક આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે. સામાન્ય રીતે ઈંડામાંથી સૌથી વધુ પ્રોટીન મળે છે તેવું માનવામાં આવે છે. પરંતુ જો તમે વેજિટેરિયન છો અને પ્રોટીનથી ભરપૂર આહાર લેવા માંગો છો તો કેટલાક એવા શાકભાજી પણ છે જેનું સેવન તમે કરી શકો છો. આ શાકભાજીમાં ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત


Stress અને Anxiety થશે દુર અને 10 જ મિનિટમાં થઈ જશો રિલેક્સ, ટ્રાય કરો આ ટ્રિક્સ


દરેક શાકમાં તમે પણ કરો છો લસણનો ઉપયોગ ? તો જાણો તેનાથી થતાં નુકસાન વિશે પણ


ફ્લાવર


ફ્લાવર એવું શાક છે જેમાં સૌથી વધારે પ્રોટીન હોય છે. ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન ફ્લાવર માંથી મળે છે. ફ્લાવરની ખાસ વાત એ છે કે તેમાં ફેટ અને કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી વજન ઘટાડવામાં પણ તે મદદ કરે છે. ફ્લાવર પ્રોટીન સહિત અન્ય પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે તેથી તેનું સેવન જરૂરથી કરવું જોઈએ.


લીલા વટાણા


લીલા વટાણા માં પણ પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેનું સેવન કરવાથી ફેટ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેનું સેવન કરવાથી શરીરને આયરન, મેગ્નેશિયમ, મેગનીઝ જેવા તત્વો પણ મળે છે. જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.


પાલક


પાલકમાં પણ સૌથી વધારે પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી મુક્તિ મળી શકે છે. રોજ પાલક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને આંખનું તેજ વધે છે. 


ફણગાવેલા કઠોળ


ફણગાવેલા કઠોળ ફાઇબર અને પ્રોટીનનો ભંડાર છે. નિયમિત રીતે ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરથી ઘણી બધી બીમારીઓ દૂર રહે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી વજન પણ ઝડપથી ઘટે છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)