Male Fertility: લગ્ન પછી દરેક સ્ત્રી અને પુરૂષ ઈચ્છે છે કે તેમની વચ્ચે શારીરિક સંબંધો સારા રહે. સુખી દાંપત્યજીવનનું આ પણ એક પાસું છે. જો પતિ-પત્ની માટે સંબંધો સંતોષકારક હોય તો લગ્ન જીવનમાં ખુશીઓ ઓછી થતી નથી. આ ખુશીઓને ત્યારે નજર લાગી જાય જ્યારે પુરુષમાં શારીરિક નબળાઈ આવી જાય. પુરુષોનો પાવર કામના સ્ટ્રેસ, બીમારી કે અન્ય કોઈ કારણોસર પણ ઘટી શકે છે. આવી સ્થિતિમાં જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો પુરુષોને આ ખામીના કારણે પિતા બનવામાં મુશ્કેલી આવે છે. પુરુષોની આ સમસ્યાને દુર શતાવરી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરુષોની સમસ્યામાં શતાવરી 


આ પણ વાંચો:


યૂરિક એસિડનો ખાતમો કરી દેશે 3 આયુર્વેદિક જડીબુટ્ટી, સાંધાના દુખાવાથી મળશે રાહત


શું તમને પણ બપોરે જમ્યા બાદ ઊંઘવાની આદત છે? તો જાણી લો તેનાથી થતાં નુકસાન વિશે


Health Tips: આ સ્વાસ્થ્ય લાભોના કારણે મગફળીને કહેવાય છે 'ગરીબોની બદામ', જાણો ફાયદા
 
શતાવરી આમ તો કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. કારણ કે તે ઔષધિય ગુણોનો ખજાનો છે. પરંતુ પુરુષો માટે શતાવરી વરદાન સમાન ગણાય છે. શતાવરીના સેવનથી પરણિત પુરુષોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે.


શતાવરીથી પુરુષોને થતા લાભ  


યૌન ક્ષમતા વધે છે


જો પુરુષો લગ્ન પછી નિયમિત શતાવરી ખાય તો તેમની યૌન ક્ષમતામાં સુધારો થાય છે. તેના માટે રાત્રે સૂતા પહેલા દૂધને ગરમ ​​કરી તેમાં શતાવરીનો પાવડર મિક્સ કરીને પીવો. આમ કરવાથી સ્નાયૂ પણ મજબૂત થશે.


વધારે છે સ્પર્મ કાઉન્ટ 
 
જો કોઈ પુરુષને ઓછા સ્પર્મ કાઉન્ટની સમસ્યા હોય ત્યારે પણ શતાવરી લઈ શકાય છે. તેના સેવનથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે. સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પણ નિયમિત રાત્રે શતાવરી પાવડર મિક્સ કરેલું દૂધ પીવું.


સ્વપ્ન દોષ


પુરુષોમાં સ્વપ્ન દોષ સામાન્ય સમસ્યા છે. પરંતુ જો આ સમસ્યા વધુ પડતી હોય તો શતાવરી તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના માટે શતાવરીના પાવડરમાં થોડી ખાંડ મિક્સ કરી તેને દૂધ સાથે પીવું.


આ પણ વાંચો:


30 દિવસ નિયમિત પીશો આ 5 માંથી કોઈ એક વસ્તુ તો પણ કંટ્રોલમાં આવી જશે બેડ કોલેસ્ટ્રોલ


વધતી ઉંમરે પણ જળવાશે પાવર


વૃદ્ધત્વની સાથે પુરુષોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયે પણ શતાવરી લેવાથી લાભ થાય છે. શતાવરીમાં એવા સંયોજન હોય છે જે વધતી ઉંમરની અસરને ઘટાડવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)