Home Made Garlic Oil: જો તમને પણ સાંધાના દુખાવાની સમસ્યા હોય તો આ ખબર તમારા માટે ખૂબ જ કામની છે. આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ તેલ બનાવવા માટે તમારે બજારમાંથી કોઈ વસ્તુ લેવાની પણ જરૂર નથી ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ તમે આ તેલ તૈયાર કરી શકો છો જે તમારા સાંધાના દુખાવામાં દવા જેવું કામ કરશે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ લોકોને ઘૂંટણમાં દુખાવાની તકલીફ વધી જાય છે. ઘરમાં આવી સમસ્યા કોઈપણ વ્યક્તિને હોય તો તે આ તેલનો ઉપયોગ કરી શકે છે. આ તેલની ખાસ વાત એ છે કે તે ઘરે કોઈ પણ પ્રકારના ખર્ચ વિના તૈયાર થાય છે અને તેનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી. આ તેલનો નિયમિત રીતે ઉપયોગ કરશો તો સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ સંકેત જણાવે છે કે તમારું શરીર છે હેલ્ધી, બીમારી નહીં ફરકે આસપાસ પણ


કોરોનાથી લઈ હાર્ટ એટેક સુધીની બીમારીથી બચવું હોય તો આ બી ખાવાની કરો શરુઆત


આ બીમારીઓથી બચવું હોય તો ખાવાનું શરુ કરો બ્રાઉન રાઈસ, સ્વાસ્થ્યને થાય છે આટલા લાભ


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર કોઈપણ પ્રકારનો દુખાવો જો તમારો પીછો ન છોડે તો આવી સ્થિતિમાં લસણ તમને મદદ કરી શકે છે. લસણની મદદથી તમે ઘરે તેલ તૈયાર કરી શકો છો. લસણનું આ તેલ સાંધાના દુખાવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ કે આ તેલ કેવી રીતે તૈયાર કરવું.


લસણનું તેલ બનાવવાની રીત


લસણનું તેલ બનાવવા માટે 250 એમએલ સરસવનું તેલ લેવું. તેમાં 10 થી 12 કડી લસણની વાટીને ઉમેરો. ત્યાર પછી તેમાં બે જાયફળનો પાવડર ઉમેરો. ત્યાર પછી 60 ગ્રામ ગીલોઇના ટુકડા ઉમેરો. બધી જ વસ્તુઓને તેલમાં ઉમેરીને તેલને એક કલાક સુધી ધીમી આંચ ઉપર ઉકાળો. એક કલાક પછી તેલને ઠંડુ થવા દો અને પછી તેને ગાળી અને બોટલમાં તેલ ભરી લો. 


તૈયાર કરેલું લસણનું તેલ રાત્રે સૂતા પહેલા સાંધા પર લગાડી અને માલિશ કરવી. તેલ લગાડીને પાંચથી દસ મિનિટ સુધી માલીશ કરવી. જો દુખાવો વધારે હોય તો આ તેલને હુંફાળું ગરમ કરીને તેનો ઉપયોગ કરવો. નિયમિત ઉપયોગ કરવાથી થોડા દિવસમાં સાંધાના દુખાવાની સમસ્યા દૂર થવા લાગશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)