આ બીમારીઓથી બચવું હોય તો ખાવાનું શરુ કરો બ્રાઉન રાઈસ, સ્વાસ્થ્યને થાય છે આટલા લાભ

Brown Rice Health Benefits: બ્રાઉન રાઈસ ગ્લુટન ફ્રી આહાર છે. તેનું સેવન કરવાથી વજન પણ સરળતાથી ઘટે છે. તેમાં ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય પણ બ્રાઉન રાઈસ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે તેના વિશે જાણશો તો તમે પણ આજથી જ બ્રાઉન રાઈસ ખાવાનું શરૂ કરી દેશો.

આ બીમારીઓથી બચવું હોય તો ખાવાનું શરુ કરો બ્રાઉન રાઈસ, સ્વાસ્થ્યને થાય છે આટલા લાભ

Brown Rice Health Benefits: બ્રાઉન રાઈસ પણ હવે લોકપ્રિય અનાજ બનતા જાય છે. બ્રાઉન રાઈસ નું સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આ ચોખા અનાજની ઉપરની ભૂંસી હટાવીને બનાવવામાં આવે છે તેથી સફેદ ચોખાની સરખામણીમાં તે વધારે પૌષ્ટિક હોય છે. આ ઉપરાંત બ્રાઉન રાઈસ ગ્લુટન ફ્રી આહાર છે. તેનું સેવન કરવાથી વજન પણ સરળતાથી ઘટે છે. તેમાં ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય પણ બ્રાઉન રાઈસ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે તેના વિશે જાણશો તો તમે પણ આજથી જ બ્રાઉન રાઈસ ખાવાનું શરૂ કરી દેશો. 

આ પણ વાંચો: 

ડાયાબિટીસના દર્દી માટે સારા

જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમના માટે બ્રાઉન રાઈસ ખૂબ જ ઉત્તમ છે. કારણ કે તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ચોખા ઉત્તમ આહાર છે. તેનાથી ઇન્સ્યુલિન સ્પાઇકને ઘટાડી શકાય છે. બ્રાઉન રાઈસમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સ્થૂળતાથી બચાવે છે

જે લોકો પોતાનું વજન ઓછું કરવા ઈચ્છે છે તેમણે પોતાના આહારમાં સફેદ ચોખાના બદલે બ્રાઉન રાઈસ લેવાનું રાખવું જોઈએ. તેનાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. 

પાચન માટે સારા

બ્રાઉન રાઈસમાં ફાઇબર સારા એવા પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને સુવ્યવસ્થિત અને નિયમિત બનાવે છે. બ્રાઉન રાઈસ અત્યાધિક એસિડ અવશોષણ અને રોકે છે જેના કારણે પાચન ક્રિયામાં સુધારો થાય છે અને કબજિયાત જેવી તકલીફ મટે છે.

આ પણ વાંચો: 

હાર્ટ માટે ઉત્તમ

બ્રાઉન રાઈસ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. શરીરમાં જે હાનિકારક કોલેસ્ટ્રોલ હોય છે તેનું સ્તર બ્રાઉન રાઈસ ની મદદથી ઘટાડી શકાય છે. બ્રાઉન રાઈસ ખાવાથી હૃદય પ્રણાલીનું સ્વાસ્થ્ય સારું રહે છે 

ન્યુરોલોજિકલ બીમારીમાં લાભકારી

બ્રાઉન રાઈસમાં એવા તત્વો હોય છે જે અલઝાયમર જેવી ન્યુરોલોજીકલ બીમારીઓને અટકાવવામાં મદદ કરે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news