Liver Infection Symptoms: લિવર શરીરમાં હાજર સૌથી મોટા અને સૌથી જરૂરી અંગોમાંથી એક છે. લિવર શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં સૌથી મહત્વપૂર્ણ કામ કરે છે. આ ઉપરાંત શરીરમાં બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરી પ્રોટીનને સંતુલન બનાવવા અને ગ્લુકોઝને એનર્જીમાં બદલવાનું કામ કરે છે. પરંતુ ખાવાપીવા અને જીવનશૈલી સાથે જોડાયેલી ખરાબ આદતોના કારણે લિવરથી જોડાયેલી કેટલીક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. એવામાં લિવરમાં ઇન્ફેક્શન થવાનો ખતરો પણ હોય છે. જોકે, લિવર ઇન્ફેક્શનની સમસ્યાને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવાથી તમારે લિવર ફેલ થવાનો પણ ખતરો રહે છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે લિવના કયા સંકતોને નજરઅંદાજ કરવા જોઈએ નહીં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિવર ઇન્ફેક્શનના લક્ષણ
પેટમાં સોજા અને દુ:ખાવો
લિવર ઇન્ફેક્શન થવા પર શરૂઆતમાં તમને પટેમાં સતત દુખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. લિવલ સંબંધિત મુશ્કેલીઓમાં તમન આ સમસ્યા થઈ શકે છે. તેથી આ સમસ્યાને નજરઅંદાજ કરવી જોઇએ નહીં.


ભારતીય મહિલા તીરંદાજી ટીમ પહોંચી ફાઈનલમાં, ક્વોલીફિકેશન રાઉન્ડમાં હાર બાદ કરી વાપસી


કમળાની સમસ્યા
લિવર સંબંધિત એક ગંભીર સમસ્યા છે કમળો. શરીરમાં હાજર એક કેમિકલ બિલીરૂબિન વધારે પ્રમાણમાં હોવા પર તમને કમળાની સમસ્યા થઈ શકે છે. લિવરમાં ઇન્ફેક્શન થવા પર તમને કમળાની સમસ્યા વારંવાર થઈ શકે છે.


શું તમારા પેશાબમાં પણ આવે છે ફીણ? આવા ચિહ્નો દેખાય તો તુરંત ચેતી જજો


સ્કીન પર ખંજવાળ અને ફોલ્લીઓ
લિવર ઇન્ફેક્શનની સમસ્યામાં સ્કીન પર ખંજવાળ અને ફોલ્લીઓ સૌથી કોમન છે. જોકે, સ્કીન પર ફોલ્લીઓ અને ખંજવાળ ઘણા કારણોથી થઈ શકે છે. પરંતુ જો તમને વારંવાર આ સમસ્યા થાય છે તો તમારે નજરઅંદાજ કરવી જોઇએ નહીં.


ગરમીમાં ભૂલથી પણ આ જગ્યા પર જવાનું ન કરતા સાહસ, નહીં તો થઈ જશો હેરાન-હેરાન


ભૂખ ન લાગવી
ભૂખ ન લાગવી એ પણ લિવર ઇન્ફક્શનનું એક સંકેત માનવામાં આવે છે. શરીરમાં જતા ખોરાકના યોગ્ય પાચનમાં લીવરને મદદ કરવી પડે છે. જેના કારણે લિવર ઇન્ફેક્શન થવા પર તમને ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું મન કરતું નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube