Diabetes માં તત્કાલ રાહત આપશે આ જ્યુસ, એક ઝટકામાં ઘટી જશે બ્લડ સુગર, જાણો કઈ રીતે કરશો તૈયાર
How To Make Diabetic Juice: ડાયાબિટીસના દર્દીઓને એકવાર આ જ્યુસ આપીને જુઓ. તેનું બ્લડ સુગર જલ્દી ઘટી જશે. તેનું નિયમિત અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી સુગરની બીમારીને હંમેશા માટે ખતમ કરી શકાય છે.
નવી દિલ્હીઃ ડાયાબિટીસની સારવાર દવાઓથી ન થઈ શકે. જો ખાવા-પીવાની આદતમાં ફેરફાર નહીં કરો તો દવા બેઅસર થઈ જશે. યોગ્ય ડાયટ તેવાની સાથે દવાઓની અસર જલ્દી થાય છે. તેવામાં નાના-મોટા ઘરેલુ ઉપાય કામ આવે છે. એક ઉપાય એટલી ઝડપથી બ્લડ સુગર ઘટાડે છે કે ડોક્ટર તેને વધુ લેવાની ના પાડે છે.
હાઈ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે કારેલાનું જ્યુસ પીવું જોઈએ. આ જ્યુસમાં કારેલાની સાથે ખાસ જડ્ડીબુટ્ટી નાખવામાં આવે છે. આ હોમમેડ ડ્રિંક્સ ડાયાબિટીસને વધવા દેશે નહીં. આવો કારેલાનું જ્યુસ બનાવવાની રીત જાઈએ.
જ્યુસથી ડાયાબિટીસની કાયમી સારવાર
1. કારેલા લો અને સારી રીતે પાણીથી સાફ કરો.
2. તેના ટુકડા કરી ગ્રાઇન્ડરમાં નાખી દો.
3. હવે એક ચમચી એબસિન્થે (કાલમેઘ) પાવડર ઉમેરો.
4. તેમાં થોડું પાણી, સેંધા નમક અને આંબળા પાઉડર નાખો.
5. સારી રીતે જ્યુસ બની ગયા બાદ તેને ગ્લાસમાં લઈને સેવન કરો.
આ પણ વાંચોઃ Diabetes: એલચીથી થશે બ્લડ સુગરનો નાશ, જાણો કઈ રીતે કરશો સેવન
ગ્લુકોઝને એનર્જી બનાવે છે કારેલા
કારેલાની અંદર એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી હોય છે, જે ઇંસુલિનની જેમ કામ કરે છે. તેનાથી બ્લડ ગ્લુકોઝને સેલ્સ એનર્જી બનાવવા માટે ઉપયોગ કરે છે. તેનાથી લોહીમાં બ્લડ સુગર વધી શકતું નથી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
એબસિન્થે ઇન્સ્યુલિનથી ભરપૂર છે
સ્વાદુપિંડના આઇલેટ કોષો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જ્યારે આ કોશિકાઓ સારી રીતે કામ નથી કરતી તો લોહીમાં સુગર વધવા લાગે છે. એક રિસર્ચ જણાવે છે કે એબસિન્થેની અંદર આઇલેટ્સ સેલ્સને એક્ટિવ બનાવવાની તાકાત હોય છે અને ઇંસુલિનનું ઉત્પાદન વધી જાય છે.
વધુ પીવાની ના પાડે છે ડોક્ટર
હાઈ બ્લડ સુદર ઘટાડવાના આ બંને ઉપાય ખુબ અસરકારક છે. તેનું વધુ સેવન કરવાથી બ્લડ સુગર ખુબ ઘટી જાય છે. તેથી ડોક્ટર તેનું વધુ સેવન કરવાની ના પાડે છે અને સુગર ઘટાડનારી દવાઓ લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ આ છોડના પાન રોજ ચાવો, બ્લડ સુગરનું મટી જશે નામોનિશાન, બીપી-હાર્ટ માટે રામબાણ ઉપાય
કારેલાનું જ્યુસ પીવાના જોરદાર ફાયદા
1. વિટામિન સીનો બેસ્ટ સોર્સ
2. લોહીને ફિલ્ટર કરવાનું મશીન
3. કેન્સરથી બચવાના ઉપાય
4. કોલેસ્ટ્રોલને ખતમ કરવાની તાકાત
5. વજન મેનેજ કરવાના ઉપાય
ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ રીતે દવા કે સારવારનો વિકલ્પ ન હોઈ શકે. વધુ જાણકારી માટે તમારે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.