Steam Inhalation: દિવસમાં બે વાર સ્ટીમ લેવાથી તમે કોરોના સંક્રમણથી બચી જશો? જાણો આયુર્વેદ એક્સપર્ટનો મત
COVID-19: ભારતમાં કોરોના વાયરસે (Corona Virus) હાહાકાર મચાવી દીધો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. એક જ દિવસમાં 904 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસે (Coronavirus infection) હાહાકાર મચાવી દીધો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. એક જ દિવસમાં 904 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સતત મ્યૂટેટ થઈ રહેલો વાયરસ, નવા સ્ટ્રેનના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. દરેક વ્યક્તિ એવી કોશિશમાં છે કે કઈ રીતે આખરે આ સંક્રમણથી બચી શકાય. આ માટે માસ્ક લગાવવું (Wearing mask), સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing)નું પાલન કરવું અને હાથને બરાબર ધોઈને સ્વચ્છ રાખવા ઉપરાંત પણ અનેક પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે. જેમ કે ઈમ્યુનિટી મજબૂત કરવા માટે ઉકાળા પીવા, હળદરવાળું દૂધ પીવું, વ્યાયામ કરવો વગેરે. પરંતુ આ યાદીમાં વધુ એક ચીજ સામેલ થઈ છે અને તે છે સ્ટીમ લેવી.
સ્ટીમ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે?
ગુજરાતના સુરતમાં આવેલી જોગી આયુર્વેદ હોસ્પિટલના ફાઉન્ડર નિલેશ જોગલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કઈ રીતે ફક્ત દિવસમાં બે વાર સ્ટીમ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. નિલેશનું કહેવું છે કે તેમની હોસ્પિટલનો સ્ટાફ ઓછામાં ઓછો 4000થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધી તેમની હોસ્પિટલના સ્ટાફનો એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયો નથી અને તેનું સૌથી મોટું કારણ છે હોસ્પિટલનો સ્ટાફ દિવસમાં બે વાર સ્ટીમ લે છે.
Corona Update: દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ, એક જ દિવસમાં 1.68 લાખથી વધુ કેસ, મોતનો આંકડો પણ ચિંતાજનક
Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો
Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube