ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે આ ભાજી, કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર લેવલ
Diabetes Control Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમણે શું ખાવુ જોઇએ અને કઈ વસ્તુથી દૂર રહેવું જોઇએ. જો તમે સ્વસ્થ ડાયટ નહીં લો તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલથી બહાર જતું રહેશે.
Fenugreek Leaves For Diabetes: દુનિયાભરમાં ડાયાબિટીસની બિમારી સામન્ય થઈ ગઈ છે. ભારતને તો ડાયાબિટીસની રાજધાની પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં આ બિમારીના દર્દીઓની સંખ્યા કરોડોમાં છે. આ બિમારી એક વખત જો કોઈને થઈ જાય તો જીવનભર પીછો છોડતી નથી, તેમને હંમેશા બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવું પડે છે, નહીં તો અન્ય બિમારીનો ખતરો પેદા થઈ જાય છે.
ડાયાબિટીસમાં ખાવા જોઇએ હેલ્ધી ફૂડ્સ
ડાયાબિટીસના દર્દીઓને સ્વીટ વસ્તુથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. અત્યાર સુધી આ બિમારીનો કોઈ નક્કર ઉપચાર મળ્યો નથી, પરંતુ હેલ્ધી ડાયટ ખાવાથી સ્વસ્થ રહી શકાય છે.
ફેડ રિઝર્વના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 450 પોઇન્ટની તેજી
ડાયાબિટીસના દર્દીઓએ ખાવી જોઇએ મેથી અને તેના પાન
આપણે વાત કરી રહ્યા છીએ મેથીની, જેના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પ્રોટીન, નેચરલ ફેટ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, જિંક, વિટામિન સી, થાયમિન, નિયાસિન, રાઈબોફ્લેવિન, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન કે, ફોલેટ, ઉર્જા, એન્ટીઓક્સીડેન્ટ, સેલેનિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે.
ખતરોં કે ખિલાડીના સેટ પર ઇજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ
ડાયાબિટીસના દર્દીઓને મેથી અને તેના પાનથી થતા ફાયદા
મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમં રહે છે
મેથીમાં સોલ્યુબલ ફાયબર મળે છે જે શુગર શોષવાની પ્રક્રિયાને ધીમી કરે છે.
તમે મેથીને મસાલા તરીકે ઉપયોગ કરો છો, સાથે જ તેના પાનને પણ ખાઈ શકો છો.
મેથીનું રેગ્યુલર સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થયા છે જેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઘટે છે.
મેથીના પાન હૃદયના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક ઔષધિ જેવા છે.
જો દરરોજ સવારે મેથીનું પાણી પિવામાં આવે તો વધતું વજન ઝડપથી ઓછું થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube