Stock Market Update: ફેડ રિઝર્વના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 450 પોઇન્ટની તેજી
Stock Market Updates: યુએસ ફેડે મોંઘવારી પર કાબુ માટે 1994 બાદ પહેલી વખત ખુબ મોટો વધારો કર્યો છે. અમેરિકાની કેન્દ્રીય બેંકે આ પહેલા નવેમ્બર 1994 માં વ્યાજ દરમાં આટલો મોટો વધારો કર્યો હતો.
Trending Photos
Stock Market Updates: અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. અમેરિકા સહિત દુનિયાભરના બજારમાં તેજીની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી છે. કારોબારીની શરૂઆતમાં ઘરેલું શેર બજારમાં 30 પોઇન્ટવાળો સેન્સેક્સ લગભગ 450 પોઈન્ટની તેજી સાથે 53,018.91 ના સ્તર પર ખુલ્યો. ત્યારે 50 પોઈન્ટવાળો નિફ્ટી પણ લગભગ 140 પોઈન્ટની તેજી સાથે 15,832.25 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 29 શેર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.
ડાઓમાં 5 દિવસથી ઘટાડા પર લાગી બ્રેક
બીજી તરફ અમેરિકાની ફેડ પોલિસી બાદ અમેરિકા સહિત દુનિયાભરના શેર બજાર સારા મુડમાં જોવા મળી રહ્યા છે. અમેરિકાના બજારના ડાઓમાં છેલ્લા 5 દિવસના ઘટાડા પર બ્રેક લાગી છે. 825 પોઇન્ટની રેન્જમાં કારોબાર કરવા વચ્ચે ડાઓ 300 પોઈન્ટ ઉપર બંધ થયો. નેસ્ડેકમાં પણ 2.5 ટકાનો ઉછાળો આવ્યા છે. યુરોપીયન બજારમાં પણ 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો.
અમેરિકામાં વ્યાજ દર વધી 1.75 ટકા થયા
અગાઉ ફેડરલ રિઝર્વ દ્વારા જે આશા રાખવામાં આવી હતી તેવું જ થયું. વધતા ફુગાવોને રોકવા માટે ફેડ રિઝર્વે મોટો નિર્ણય લેતા લગભગ 28 વર્ષમાં સૌથી આક્રામત રીતે વ્યાજ દરમાં વધારો કર્યો. ફેડરલ તરફથી વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો. આ સાથે જ અમેરિકામાં વ્યાજ દર વધી 1.75 ટકા થઈ ગયા.
40 વર્ષના ટોપ લેવલ પર પહોંચી મોંઘવારી
યુએસ ફેડે મોંઘવારી પર કાબુ માટે 1994 બાદ પહેલી વખત ખુબ મોટો વધારો કર્યો છે. અમેરિકાની કેન્દ્રીય બેંકે આ પહેલા નવેમ્બર 1994 માં વ્યાજ દરમાં આટલો મોટો વધારો કર્યો હતો. મે મહિનામાં અમેરિકાનો મોંઘવારી દર 40 વર્ષના ટોપ લેવલ પર નોંધવામાં આવ્યો છે.
બુધવારના શેર બજારના હાલ
આ પહેલા બુધવારના સતત ચોથા કારોબારી સત્રમાં ઘરેલું શેર બજારમાં ઘટાડો રહ્યો. વિદેશી રોકાણકારના સતત ઉપાડને કારણે સેન્સેક્સ 152 પોઈન્ટના ઘટાડા સાથે છેલ્લા 10 મહિનાના નિચા સ્તર પર પહોંચી ગયો. કારોબારી સત્રના અંતમાં 30 પોઈન્ટવાળો સેન્સેક્સ 152.18 પોઈન્ટ ઘટી 52,541.39 પોઈન્ટના સ્તર પર પહોંચી ગયો. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 39.95 પોઇન્ટ તૂટી 15,692.15 પોઈન્ટ પર બંધ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે