Hair Cut Tips : ફાસ્ટ લાઈફમાં કોઈની પાસે ટાઈમ હોતો નથી. વ્યસ્તતાના લીધે લોકો ઘરે જ સેવિંગ કરવાનું વિચારતા હોય છે. કેટલાક લોકો જાતે હેર કટિંગ કરે છે અને દાઢી ટ્રીમ કરે છે. વાળમાં કલર પણ જાતે જ લોકો કરતા હોય છે. આ વાત કરી અમે પુરુષ માટેની. હવે વાત કરીએ મહિલાઓની. તો મહિલાઓ પૈસા બચાવવા માટે ઘરે પોતાના વાળ કાપે છે. પરંતુ ઘણી વખત ભૂલના લીધે હેર સ્ટાઈલ બગડી જાય છે અને પછી પસ્તાવવાનો વારો આવે છે. જેથી વાળ કાપતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે છે. નહીં તો વાળ સંબંધિત સમસ્યા થાય તો ધીમે ધીમે ટાલ પડવાનું શરૂ થઈ જાય છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફાઈ 
વાળ કાપવાનું તમે જાતે વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમે તમારા વાળને સારી રીતે સાફ કરો. જો તમારા વાળ ગંદા રહે છે, તો ગંદકી વાળની ​​અંદર જ રહેશે, જેના કારણે વાળને નુકસાન થઈ શકે છે. વાળ કાપતા પહેલા, સારા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.


વાળને કોરા કરો
વાળ ધોયા પછી તેને સારી રીતે કોરા કરો..વાળને કોરો કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં. ડ્રાયર વાળના મૂળને નબળા પાડે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ શકે છે.


આ પણ વાંચો : 


એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે


ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે


કાતર
વાળ કાપવા માટે યોગ્ય કાતરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ઓછી ધારવાળી કાતરનો ઉપયોગ કરશો નહીં..


વાળની ​​લંબાઈ
વાળની લંબાઈ જરૂર હોય એટલી જ રાખો..વધારે હેર સ્ટાઈલ કરાવવાના ચક્કરમાં પડ્યા તો હેર સ્ટાઈલ બગડી શકે છે..જો એકવાર ભૂલથી વાળ નાના થઈ ગયા તો પસ્તાવવાનો વારો આવશે...


વાળ ભીના ન છોડો
વાળ કાપતા પહેલા ઘણા લોકો વાળમાં વધુ પાણી નાખે છે જેના કારણે વાળ યોગ્ય રીતે કપાતા નથી. 


આ પણ વાંચો : 


આ જમાઈએ જે કર્યું તેનાથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, સસરાની ઈચ્છા પૂરી કરી


બજેટ વચ્ચે મોટા સમાચાર, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને બ્રિટનમાં મળ્યો મોટો એવોર્ડ