ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે

Electricity Bill : ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ દ્વારા વીજ પુરવઠાના દરમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરવામા આવ્યો છે. આ ભાવ વધારો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2023 ના આવનારા વીજ બિલમાં ઝીંકવામાં આવશે
 

ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે

Inflation : એક તરફ ગુજરાતના ચાર મહાનગરપાલિકોએ મિલકત વેરામાં વધારો ઝીંકીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આવામાં ગુજરાતીઓના માથા પર વધુ એક બોજો સરકાર નાંખવા જઈ રહી છે. ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોના માથા પર હવે લાઈટબિલમાં વધારો ઝીંકાશે. વીજળી બિલમાં ફરી યુનિટ દીઠ 20 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે લોકોએ વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. 

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ દ્વારા વીજ પુરવઠાના દરમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરવામા આવ્યો છે. આ ભાવ વધારો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2023 ના આવનારા વીજ બિલમાં ઝીંકવામાં આવશે. હજી ચાર મહિમના પહેલા જ વીજ કંપનીઓએ 25 પૈસા વધાર્યા હતા. ત્યારે એફપીપીએ ચાર્જ રપિયા 3.29 થી વધારીને 3.49 કરાયો છે. 

આ પણ વાંચો : 

કેટલા વધુ રૂપિયા ચૂકવવા પડશે
વીજ કંપનીઓએ જે વધારો ઝીંક્યો છે તે મુજબ હવે ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે, નાના વીજવપરાશકારોએ મહિને 60 રૂપિયા વધુ ચૂકવવા પડશે. મહિના 400 યુનિટ વાપરનારા ગ્રાહકોને 120 રૂપિયા વધૂ ચૂકવવા પડશે. 

શા માટે કરાયો ભાવ વધારો
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ સક્રિય ચાર વીજ વિતરણ કંપનીઓ મારફતે વીજ સપ્લાય આપવા માટે ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવાનું ચાલુ રાખવામા આવ્યુ હોવાથી વીજ બિલમાં વધારો કરવાની જરૂર પડી છે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ વ્યવસ્થા હેઠળ પાવપ પેદા કરવા માટે વપરાતા ઈંધણના ખર્ચમાં થતા વધારા ઉપરાંત જોઈતી વીજળી સપ્લાય મેળવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવી પડતી વીજળીના ભાવનો સરેરાશ કરીને એફપીપીએની ફોરમ્યુલા પ્રમાણે વીજળીના દર નક્કી કરવામા આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news